For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતા અંબાણી : સામાજિક સંવેદનશીલતા સાથેના બિઝનેસ વુમન

|
Google Oneindia Gujarati News

દેશના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી હવે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો હિસ્સો બની ગયા છે. બુધવારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં તેની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ નીતા અંબાણી દેશની સોથી મોટી ખાનગી કંપનીના નિર્દેશક મંડળમાં નિયુક્ત થનારા પહેલા મહિલા બન્યા છે.

આ નિમણૂંક થતાની સાથે જ કંપનીના નિર્દેશક મંડળમાં ઓછામાં ઓછી એક મહિલા સામેલ હોવી જોઇએ તેવા નિયમનું પાલન પણ થઇ ગયું છે. સેબી દ્વારા દાખલ કરવામાં આવેલા આ નવા નિયમનો હેતુ નિર્ણાયક મંડળમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નિર્દેશક મંડળમાં નીતા અંબાણી પોતાના પતિના કાકા રમણીકલાલ અંબાણીનું સ્થાન લેશે. તેઓ 90 વર્ષના છે અને હવે નિવૃત્ત થઇ ગયા છે. આમ સામાજિક સંવેદનશીલતા સાથેના બિઝનેસ વુમન બનેલા નીતા અંબાણી વિશેની કેટલીક રોચક બાબતો જાણીએ જે આપ કદાચ નથી જાણતા...

પ્રથમ મુલાકાતમાં જ મુકેશ અને નીતાને પ્રેમ થયો

પ્રથમ મુલાકાતમાં જ મુકેશ અને નીતાને પ્રેમ થયો

મુકેશ અંબાણીએ એક સ્કૂલ સમારંભમાં નીતા અંબાણીને જોયા હતા. તે કાર્યક્રમમાં મુકેશ અને નીતા વચ્ચે થયેલી પ્રથમ મુલાકાત આજીવન પ્રેમમાં પરિણમી હતી.

શરીરમાં ભારે હતા નીતા અંબાણી

શરીરમાં ભારે હતા નીતા અંબાણી

નીતા અંબાણીનો જન્મ મુંબઇમાં 1 નવેમ્બર, 1963ના રોજ થયો હતો. પહેલા નીતા અંબાણી શરીરથી ભારે હતા. જો કે નૃત્ય અને ડાયેટની મદદથી તેમણે વજન સપ્રમાણ બનાવીને સેક્સી સેલિબ્રિટીઓમાં સ્થાન મેળવી લીધું છે.

મુકેશ પણ નીતાએ આપેલી ડાયટ ફોલો કરે છે

મુકેશ પણ નીતાએ આપેલી ડાયટ ફોલો કરે છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પોતાનો મોટા ભાગનો સમય બિઝનેસ સંબંધિત બેઠકો માટે દેશ વિદેશમાં ગાળે છે. આ સમયે તેઓ પત્ની નીતાએ આપેલા ડાયેટ ચાર્ટનું ખાસ ધ્યાન રાખે છે.

નીતા સાથે વફાદારી

નીતા સાથે વફાદારી

નીતા અંબાણી પહેલા મુકેશ કોઇ મહિલા સાથે ચર્ચામાં આવ્યા નથી. તેઓ નીતા અંબાણીને વફાદાર રહ્યા છે. જો કે તેમના નાના ભાઇ અનિલ અંબાણીનું નામ જુદી જુદી મહિલાઓ સાથે જોડાઇ ચૂક્યું છે.

મુંબઇ ઇન્ડિયન્સના માલિક

મુંબઇ ઇન્ડિયન્સના માલિક

નીતા અંબાણી બિઝનેસની સાથે સ્પોર્ટ્સમાં પણ રસ ધરાવે છે. આ કારણે જ તેમણે બિઝનેસ અને સ્પોર્ટ્સનું કોમ્બિનેશન ધરાવતી આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમની માલિકીમાં પાર્ટનરશિપ કરી છે.

સામાજિક જવાબદારી

સામાજિક જવાબદારી

નીતા અંબાણીને બિઝનેસમાં રસ હોવાની સાથે સામાજિક જવાબદારી નિભાવવાનું ખૂબ ગમે છે. આ કારણે જ તેઓ જરૂરિયાતમંદ બાળકો માટે અનેક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે.

English summary
Nita Ambani : Business minded woman with social worker heart
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X