For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jet Airways બંધ, પગાર માટે ભટકી રહ્યા છે કર્મચારીઓ

જેટ એરવેઝનું પરિચાલન અસ્થાયી ધોરણે બંધ થયા પછી, વિમાન કંપની જેટ એરવેઝના કર્મચારીઓની મુશ્કેલીઓ ઘટવાનું નામ લેતી નથી.

|
Google Oneindia Gujarati News

જેટ એરવેઝનું પરિચાલન અસ્થાયી ધોરણે બંધ થયા પછી, વિમાન કંપની જેટ એરવેઝના કર્મચારીઓની મુશ્કેલીઓ ઘટવાનું નામ લેતી નથી. જેટનું પરિચાલન બંધ થયા પછી કર્મચારીઓને તેમનો પગાર મળી રહ્યો નથી. એરલાઇનના પ્રમોટર અને તેના ધિરાણકર્તાઓ બંને પોતાના હાથ પાછાં ખેંચી રહ્યા છે. કંપનીના કર્મચારીઓએ એક મહિનાના પગાર માટે દર દર ભટકવું પડી રહ્યું છે.

Jet Airways

જેટ એરવેઝના સીઈઓ વિનય દુબેએ જણાવ્યું હતું કે અમે વારંવાર કંપનીના ધિરાણકર્તાઓને કહ્યું છે કે કર્મચારીઓને વેતન મળ્યું નથી અને તેમની પર આર્થિક કટોકટી વધી રહી છે, પરંતુ તેમની પાસેથી કોઈ મદદ મળી નથી. પગારના અભાવના કારણે કર્મચારીઓની મુશ્કેલી વધી રહી છે. કંપનીના સીઇઓ અનુસાર, જો કર્મચારીઓમાં આ સ્થિતિ બની રહી તો તેમની પાસે બીજી કંપનીમાં નોકરી શોધ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચશે નહિ.

જ્યાં કર્મચારીઓ પગાર ન મળવાથી મુશકેલીમાં છે, તો ત્યાં બેંકોએ સ્પષ્ટ કર્યું છે કે બોલી પ્રક્રિયાને સમાપ્ત કર્યા વિના પગાર પર કોઈ પ્રતિબદ્ધતા નક્કી થઇ શકતી નથી. આવામાં, જેટ એરવેઝના કર્મચારીઓનું ભવિષ્ય જોખમમાં છે. કંપનીએ બેંકોની સામે કર્મચારીઓના વેતનનો મુદ્દો મુક્યો હતો, પરંતુ બેંકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ સમસ્યાનો ઉકેલ કંપનીના શેરધારકોએ મેળવવો જોઈએ. નોંધપાત્ર રીતે, જેટ એરવેઝના કર્મચારીઓએ સરકારને જેટલી જલદી શક્ય હોય એટલું જલ્દી એરલાઇન માટે બોલી પ્રક્રિયા પૂર્ણ કરાવાની વિનંતી કરી છે.

આ પણ વાંચો: જેટ એરવેઝ કર્મચારીએ એપાર્ટમેન્ટ પરથી કૂદીને આત્મહત્યા કરી

English summary
The blame game has begun in right earnest over who is responsible for grounding of Jet Airways.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X