નોકિયા Oyj નામ બદલીને માઇક્રોસોફ્ટ મોબાઇલ Oy કરાશે

નવી દિલ્હી, 21 એપ્રિલ : ટૂંક સમયમાં ફિનલેન્ડની મોબાઇલ હેન્ડસેટ નિર્માતા કંપની નોકિયાનું નામ ટેક્નૉલોજીના ઇતિહાસમાં ભૂતકાળ બની જશે. ફિનલેન્ડમાં હાલમાં લીક થયેલા એક પત્ર પ્રમાણે નોકિયાનું નામ બદલીને માઇક્રોસોફ્ટ મોબાઇલ કરાશે.

wmpoweruser.com વેબસાઇટનો દાવો છે કે તેમણે વિન્ડો ફોન અંગેનો નોકિયા કંપનીનો એક પત્ર મેળવ્યો છે. જેમાં કંપનીએ ફિનલેન્ડમાં તેના વેપારીઓને કહ્યું છે કે માઇક્રોસોફ્ટ સાથેના તેના સોદાનો જલ્દી જ અંત આવશે. માઇક્રોસોફ્ટ અને નોકિયાએ માર્ચમાં જ જાહેરાત કરી હતી કે તેમની વચ્ચેનો સોદો એપ્રિલના અંતમાં પૂરો થઈ રહ્યો છે.

nokia-microsoft

વેસબાઇટે રજૂ કરેલા પત્રના અંશમાં લખ્યું છે 'મહેરબાની કરીને ધ્યાન આપો, માઇક્રોસોફ્ટ અને નોકિયા વચ્ચેનો વ્યવહાર બંધ થવા જઈ રહ્યો છે, જેથી નોકિયા કોર્પોરેશન/નોકિયા Oyj નામ બદલીને માઇક્રોસોફ્ટ મોબાઇલ Oy કરાશે. માઇક્રોસોફ્ટ Oyએ હવે પછીના વેટ આઇડી તેમજ ઇન્વોઇસ ખાતરી માટે કાયદાકીય રીતે વપરાશે.'

Oyj નો અર્થ ફિનિશ ભાષામાં પબ્લીક સ્ટોક કંપની એવો થાય છે, જ્યારે Oyએ કોર્પોરેશન માટે વપરાતો શબ્દ છે.

આ ડિલ પૂરી થવાનો અર્થ છે નોકિયા કંપનીનો અંત. માઇક્રોસોફ્ટ નોકિયા મોબાઇલ કંપની ખરીદી રહી છે જે અંતર્ગત કંપનીની સમગ્ર ટીમનો પણ સમાવેશ થાય છે. પરંતુ આ ડીલમાં નેટવર્ક સાધનો માટેના વિભાગનો સમાવેશ થતો નથી. આ સાથે 7.2 બિલિયનની આ ડીલમાં માઇક્રોસોફ્ટે દસ વર્ષ જૂના નોકિયા બ્રાન્ડ નેમને પણ ખરીદી લીધું છે.

વધુમાં માઇક્રોસોફ્ટે 'લ્યુમિયા' અને 'આશા' બ્રાન્ડનેમના કોપીરાઇટ પણ ખરીદ્યા છે. આ ડીલના ભાગરૂપે નોકિયાએ 2015ના સુધી આ બ્રાન્ડ અંતર્ગત સ્માર્ટફોન અને ફોનનું ઉત્પાદન નહીં કરવાના કરાર પણ કર્યા છે.

આગામી ટૂંક સમયમાં ફિનેલેન્ડ અને અન્ય દેશોમાં મોબાઇલનાનું નામ નોકિયાથી બદલીને માઇક્રોસોફ્ટ કરાશે. કંપનીનો દાવો છે કે તેનાથી નોકિયાના અન્ય બિઝનેસ પાર્ટનરને ખાસ અસર નહીં થાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X