For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોકિયાના 1100 કર્મચારીઓની દિવાળી બગડી, 1 નવેમ્બરથી ચેન્નાઇનો પ્લાન્ટ બંધ થશે

|
Google Oneindia Gujarati News

ચેન્નાઇ, 8 ઓક્ટોબર : ફિનલેન્ડની મોબાઇલ હેન્ડસેટ નિર્માતા કંપની નોકિયા કોર્પ એક નવેમ્બર, 2014થી પોતાનો ચેન્નઈ સ્થિત મોબાઇલ હેન્ડસેટ નિર્માણ પ્લાન્ટ બંધ કરવા જઈ રહી છે. આ નિર્ણયને પગલે નોકિયાના આ પ્લાન્ટમાં કામ કરતા 1100 કર્મચારીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ લાગી ગયો છે.

માઇક્રોસોફ્ટે નોકિયાના આ પ્લાન્ટમાં બની રહેલા હેન્ડસેટ માટેનો એગ્રીમેન્ટ પૂરો કરી દીદો છે. જેને પગલે નોકિયાએ આ પલાન્ટમાં કામગીરી બંધ કરવાની જાહેરાત કરી છે.

nokia-lumia

આ અંગે નોકિયાએ જણાવ્યું છે 'માઇક્રોસોફ્ટે એક નવેમ્બર 2014થી એગ્રીમેન્ટ પ્રમાણે અહીં મેન્યુફેક્ચરિંગ સર્વિસ બંધ કરવાનું જણાવ્યું છે. માઇક્રોસોફ્ટ દ્વારા આગળ વધુ ઓર્ડર ન મળતા કંપની 1 નવેમ્બરથી ચેન્નઈના શ્રીપેરંબદૂર પ્લાન્ટમાં મોબાઇલ હેન્ડસેટ નિર્માણ બંધ કરી રહી છે.'

ઉલ્લેખનીય છે કે ભારતના ટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે વાંધો પડતા અહીંના ઉત્પાદનો પર મનાઈ ફરમાવવામાં આવી છે. જેને પગલે પ્લાન્ટને બીજે ક્યાંય ખસેડવા અંગે પણ કંપની અસમંજસમમાં છે.

ભારતીય ટેક્સ સત્તાવાળાઓનો દાવો છે કે નોકિયાએ ખોટી રીતે સોફ્ટવેર એક્સપોર્ટનો લાભ લઈ ટેક્સમાં છૂટછાટ મેળવી છે. નોકિયાએ આ દાવાને કોર્ટમાં પડકાર્યો છે. જેને પગલે માઇક્રોસોફ્ટ સાથેની ડીલમાં આ પ્લાન્ટ બંધ કરવાની વાત થઈ હતી.

English summary
Nokia's Chennai plant will be closed from November 1, 1100 staff jobless.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X