દર મહિને વધશે LPG સિલિન્ડરના ભાવ, જાણો કેટલા?

Written By:
Subscribe to Oneindia News

પેટ્રોલ ડિઝલની જેમ જ હવે એલપીજીના ભાવ પણ દર મહિને નક્કી થશએ. અને પેટ્રોલ અને ડિઝલના જેમ ભાવ વધે કે ઓછા થાય છે તેમ જ એલપીજીના ભાવ પણ હવે દર મહિને ખાલી વધશે. આમ હવેથી દર મહિને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 4 રૂપિયાનો વધારો જોવા સરકાર દ્વારા કરવામાં આવશે. આ વાંચીને ગૃહિણીઓને એક આંચકો ચોક્કસથી આવી ગયો હશે. પણ તેમ છતાં વાંચો આ અંગે આગળ વધુ જાણવા લાયક માહિતી...

દર મહિના 4 રૂપિયાનો વધારો

દર મહિના 4 રૂપિયાનો વધારો

કેન્દ્ર સરકારે સરકાર તેલ કંપનીઓને સબસિડી પર મળતા એલપીજીની કિંમત દર મહિને પ્રતિ સિલિન્ડર 4 રૂપિયા વધારવાની વાત કરી છે. સોમવારે ઓઇલ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને આ વાતની જાહેરાત કરતા સ્પષ્ટતા આપી કે આમ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે સરકાર ઇચ્છે છે કે આવતા વર્ષના માર્ચ સુધીમાં સંપૂર્ણ પણે સબસિડીને પૂર્ણ કરી શકાય.

પહેલા 2 રૂપિયા

પહેલા 2 રૂપિયા

પહેલા સરકાર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનથી સબસિડાઇઝ એલપીજીના ભાવમાં દર મહિને 2 રૂપિયા સુધી વધારવાનું કહેતી હતી. પણ પાછળથી સોમવારે જે રીતે જાહેરાત થઇ તે મુજબ 4 રૂપિયા પ્રતિ મહિને વધારવાની વાત નક્કી કરવામાં આવી છે.

લોકસભા

લોકસભા

ઓઇલ મિનિસ્ટરે લોકસભામાં આપેલા એક લેખિત જવાબમાં કિંમત વધારે સબસિડિને બંધ કરવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રતિ પરિવાર દીઠ એક વર્ષમાં 12 સબસિડિ વાળા સિલેન્ડર આપવામાં આવે છે. તે પછીને જતા સિલેન્ડર તેમને માર્કેટ ભાવ મુજબ મળે છે.

શું થશે ભાવ

શું થશે ભાવ

દિલ્હીમાં હાલ 14.2 કિલોગ્રામ વાળો સબસિડી વાળો એલપીજી 477.64 રૂપિયા મળે છે. જ્યારે ગત વર્ષ જૂનમાં તેના ભાવ 419.18 રૂપિયા હતા. માર્કેટ રેટ પર મળતા એલપીજીના ભાવ 564 રૂપિયા છે. હવે નવા ભાવ લાગુ થતા આ કિંમતોમાં વધારો થશે.

2.66 કરોડ યુઝર્સ

2.66 કરોડ યુઝર્સ

ઉલ્લેખનીય છે કે દેશમાં સબસિડી વાળો એલપીજી વાપરતા કુલ 18.11 કરોડ ગ્રાહકો છે. તેમાંથી 2.5 કરોડ લોકો ગરીબ છે. જેમને ગત વર્ષે વડાપ્રધાનની ઉજ્જવલા યોજના હેઠળ ફ્રી કનેક્શન પણ આપવામાં આવ્યા હતા. સાથે જ નોન સબસિડિ વાળા યુઝર્સની સંખ્યા પણ 2.66 કરોડ છે. ત્યારે આ આંકડા જોઇને સમજી શકાય છે કે સરકારને સબસિડિ આપવી કેટલી મોંધી પડે છે.

English summary
Now Every Month LPG Will Be Hiked By 4 Rupees.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.