For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડીઝલ અને કેરોસીનમાં લાગશે વધુ 10 રૂપિયાની આગ

|
Google Oneindia Gujarati News

prise hike
નવી દિલ્હી, 27 ડિસેમ્બર: કેન્દ્ર સરકાર ડીઝલ અને કેરોસીનના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવા જઇ રહી છે. આ વધારો પૂર્વનિર્ધારિત સમયાવધિમાં કરવામાં આવશે. પેટ્રોલિયમ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી.

આ સૂત્ર અનુસાર સરકાર ડીઝલના ભાવમાં દસ રૂપિયા લીટરનો વધારો કરશે. આ ભાવ વધારો આવતા દસ મહિનામાં થઇ શકે છે. આ અંતર્ગત દર મહીને એક રૂપિયાનો વધારો કરવામાં આવશે.

કેરોસીનની કિંમતમાં પણ દસ રૂપિયાનો વધારો કરવામાં આવશે અને આ વધારો બે વર્ષની સમયાવધિમાં કરવામાં આવશે. એટલે કે દર મહિને લગભગ 40 પૈસા પ્રતિ લીટરનો વધારો કરાઇ શકે છે કારણ કે ઉપભોક્તાઓ પર એક દમ બોજ ના પડે અને સરકાર પર સબસિડીનો બોજો પણ ઓછો આવે.

દિલ્હીમાં ડીઝલના ભાવ હાલમાં 47.15 રૂપિયા પ્રતિ લીટર છે. 14 સપ્ટેમ્બરના રોજ ડીઝલના ભાવમાં 5.63 રૂપિયાનો પ્રતિ લીટરે વધારો કરવામાં આવ્યો હતો. જોકે હાલમાં દિલ્હીમાં કેરોસીનનો ભાવ 14.79 રૂપિયા પ્રતિ લીટર છે.

English summary
Diesel prices may be hiked by Rs 10 per litre over a 10-month period and kerosene rates increased by same quantum over the next two years if a proposal being mulled in the Oil Ministry is accepted.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X