For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભડકો, PNG-CNG પણ થયા મોંઘા

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભડકો, PNG-CNG પણ થયા મોંઘા, જાણો આજની કિંમત.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ છેલ્લા 2 અઠવાડિયાથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો. અમદાવાદમાં આજે પેટ્રોલ 0.12 પૈસાના વધારા સાથે 79.63 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 0.11 પૈસાના વધારા સાથે 77.88 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 80.50 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 72.61 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે. જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલ 87.89 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 77.09 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

PNG અને CNG પણ મોંઘા થયા

PNG અને CNG પણ મોંઘા થયા

પેટ્રોલ અને ડીઝલની સાથોસાથ સીએનજી અને પીએનજીની કિંમતોમાં પણ વધારો જોવા મળ્યો છે. 8 સપ્ટેમ્બરથી લાગુ થયેલા નવા ભાવ મુજબ CNG કિલોદીઠ 1 રૂપિયો મોંઘો થયો છે. હવે સીએનજીની કિંમત 52 રૂપિયા પ્રતિકિલો છે. જ્યારે પીએનજી 630.29 પ્રતિ mmBtuથી વધીને 643.40mmBtu પર પહોંચી ગયો છે.

વિપક્ષનો પ્રહાર

વિપક્ષનો પ્રહાર

જણાવી દઈએ કે પાછલા કેટલાક દિવસથી સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. સતત વધી રહેલ પેટ્રોલ-ડીઝલની કિંમતો વિરુદ્ધ વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. વધતા ભાવને પગલે કોંગ્રેસે 10 સપ્ટેમ્બરના રોજ ભારત બંધનું એલાન કર્યું છે. કોંગ્રેસી નેતા રણદીપ સુરેજવાલાએ કહ્યું હતું કે અગાઉ રૂપિયો નબળો પડવા પર ભાષણો આપનારા આજે મૌન બેઠા છે.

રાહત નહીં મળે

રાહત નહીં મળે

જ્યારે બીજી બાજુ પેટ્રોલ-ડીઝલની કિંમતો વિશે એક્સપર્ટનું કહેવું છે કે આગામી દિવસોમાં રાહત નહી મળે. એક્સપર્ટ્સ મુજબ રૂપિયો નબળો પડ્યો હોવાથી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતો સતત વધી રહી હોવાથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો નહીં આવે. એવામાં સરકાર ટેક્સ ઘટાડીને કિંમતો કાબુમાં કરી શકે છે પરંતુ સરકાર તરફથી આવાં કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથી. હવે નવેમ્બર મહિનામાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો આવવાની અપેક્ષા છે કેમ કે ડિસેમ્બરમાં કેટલાય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે.

નવેમ્બરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે

નવેમ્બરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે

તેલની કિંમતો પર બોલ્યા લાલુ, સામાન્ય માણસનું તેલ કાઢી રહી સરકારતેલની કિંમતો પર બોલ્યા લાલુ, સામાન્ય માણસનું તેલ કાઢી રહી સરકાર

English summary
Once again Petrol diesel prices hiked know the price in your city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X