For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનને ભારત સાથેની દુશ્મનાવટ મોંઘી પડી, લાખો કરોડો ડૂબ્યો

પાકિસ્તાનને ભારત સાથેની દુશ્મનાવટ મોંઘી પડી, લાખો કરોડો ડૂબ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન લાલચોળ થયું હતું. ગુસ્સામાં પાકિસ્તાને પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચેના વ્યાપારિક સંબંધ ખતમ કર્યા, બાદમાં પોતાના ઉચ્ચાયુક્તને પરત બોલાવી લીધો. પાકિસ્તાને ભારતના આંતરિક મામલાને લઈને પોતાના નારાજગી વ્યક્ત કરી અને સમજોતા એક્સપ્રેસને બંધ કરી દીધી. જો કે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને આ પગલાં ઉઠાવી પોતાના જ પગ પર કુહાડો માર્યો છે.

પાકિસ્તાનને તગડું નુકસાન

પાકિસ્તાનને તગડું નુકસાન

ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવી લેવાયા બાદ પાકિસ્તાને વિચાર્યા વિના નિર્ણયો લીધા. પહેલેથી જ મોંઘવારી અને વ્યાજના બોજા હેઠળ દબાયેલ પાકિસ્તાનને મોટો ફટકો લાગ્યો છે. ભારત સાથેના વ્યાપારિક સંબંધ તોડવાથી કંગાળ પાકિસ્તાનના શેર બજારમાં હાહાકાર મચી ગયો. ભારત સાથે સંબંધો પર ઈમરાન ખાનના વલણથી રોકાણકારોને નારાજ કર્યા છે અને તેની અસર પાકિસ્તાનના સ્ટોક એક્સચેન્જ KSE-100 પર પણ પડી છે. પાકિસ્તાનના સ્ટૉક અક્સચેન્જમાં જબરદસ્ત ગિરાવટ જોવા મળી છે અને રોકાણકારો દૂર ભાગવાથી શેર બજાર પોતાના નીચલા સ્તરે પહોંચી ગયું છે.

નિચલા સ્તરે પહોંચ્યું શેર બજાર

નિચલા સ્તરે પહોંચ્યું શેર બજાર

ભારત સાથે કારોબારી સંબંધ ખતમ કરવાથી રોકાણકારો નારાજ થયા અને તેમણે ભારે બિકવાલી કરી. પાકિસ્તાન સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ બેન્ચમાર્ક ઈન્ડેક્સ KSE-100 ગગડીને 4 વર્ષના નિચલા સ્તર પર પહોંચી ગયો છે. પાકિસ્તાનના અખબાર સમા ટીવી મુજબ ઈરાનના ફેસલાના કારણે પાકિસ્તાનના રોકાણકારોના 1 લાખ કરોડ પાકિસ્તાની રૂપિયા શેર બજારમાં ડૂબી ગયા છે. જ્યારે પાકિસ્તાનમાં વર્ષ 2020 સુધી જીડીપીમાં માત્ર 2.7 ટકાના ગ્રોથનું અનુમાન છે. દેશમાં મોંઘવારી, બેરોજગારી ચરમ સીમાએ પહોંચી ચૂકી છે. રોકાણકારો કંગાળ પાકિસ્તાનમાં પૈસા લગાવવા નથી માંગતા.

ઈમરાન ખાને પાકિસ્તાનની કમર તોડી

ઈમરાન ખાને પાકિસ્તાનની કમર તોડી

રાજનૈતિક જાણકારોનું માનીએ તો પાકિસ્તાનમાં ઈમરાન ખાનના આવ્યા બાદ હાલાત હતા તેનાથી પણ ખરાબ થઈ રહ્યા છે. મોંઘવારી ચરમ સીમા પર પહોંચી છે. દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગવાના પાયે છે. બેરોજગારીના આંકડા સતત વધી રહ્યા છે. ઈમરાન ખાનના રાજમાં પાકિસ્તાનમાં મોંઘવારી 11 ટકા થઈ ગઈ છે. વિદેશી મુદ્રા ભંડાર સંપૂર્ણપણે ખાલી થઈ ગયું છે. જ્યારે એક વર્ષની અંદર પાકિસ્તાનના શેર બજારની માર્કેટ વેલ્યૂમાં 1 લાખ કરોડનું નુકસાન આવ્યું છે.

<strong>જમ્મુ કાશ્મીર અને લદ્દાખને ભેટ, 8 લાખ લોકોના ખાતામાં જમા થયા 4-4 હજાર રૂપિયા </strong>જમ્મુ કાશ્મીર અને લદ્દાખને ભેટ, 8 લાખ લોકોના ખાતામાં જમા થયા 4-4 હજાર રૂપિયા

English summary
pakistan share market crashed, lost 1 lakh crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X