For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370ના ફેસલા બાદ પાકિસ્તાનમાં હાહાકાર, શેર માર્કેટ ધડામ

જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370ના ફેસલા બાદ પાકિસ્તાનમાં હાહાકાર, શેર માર્કેટ ધડામ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સોમવારે મોદી સરકારે ઔતિહાસિક ફેસલો લેતા જમ્મુ અને કાશ્મીરમાં લાગુ આર્ટિકલ 370 ખતમ કરી દીધો છે. રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અણિત શાહે જમ્મુ અને કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થયા બાદ હવે આ કાનૂન રાજ્યમાંથી હટી ગયો છે અને જમ્મુ તથા કાશ્મીર રાજ્યને મળેલ વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ થઈ ચૂક્યો છે. આની સાથે જ જમ્મુ અને કાશ્મીરને વિધાનસભા વાળો કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો મળી ગયો છે, જ્યારે લદ્દાખ પણ જમ્મુ અને કાશ્મીરથી અલગ થઈ વિધાનસભા વિનાનું કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે. ભારત સરકારના આ ફેસલાની અસર પાકિસ્તાનમાં જોવા મળી છે. પાકિસ્તાનના શેર બજારમાં વર્ષની સૌથી મોટી ગિરાવટ જોવા મળી છે.

પાકિસ્તાનનું શેર બજાર થયુ્ં ધડામ

પાકિસ્તાનનું શેર બજાર થયુ્ં ધડામ

જમ્મુ અને કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ થયા બાદ સોમવારે પાકિસ્તાના શેર બજારનો પ્રમુખ બેંચમાર્ક ઈન્ડેક્સ કેએસઈ-100 અંદાજીત 600 અંક ગગડીને 31100ના સ્તર પર આવી ગયો છે. ગત કારોબારી દિવસના મુકાબલે આમાં 1.75 ટકાથી વધુની ગિરાવટ જોવા મળી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાનનું શેર બજાર ગત બે વર્ષમાં સૌથી ખરાબ સ્થિતિમાં છે.

પાકિસ્તાનના શેર બજારમાં 600 પોઈન્ટનો કડાકો

પાકિસ્તાનના શેર બજારમાં 600 પોઈન્ટનો કડાકો

પાકિસ્તાનના શેર બજારમાં ગિરાવટનો આ સિલસિલો કોઈ પહેલીવાર નથી આવ્યો. અગાઉ જ્યારે ભારતે પુલવામા આતંકી હુમલા બાદ એરસ્ટ્રઈક કરી હતી ત્યારે પણ પાકિસ્તાનના શેર બજરમાં નરમાઈ જોવા મળી હતી એ સમયે પાકિસ્તાનનો શેર બજાર સતત ત્રણ કારોબારી દિવસમાં 2000 અંકથી વધુની નરમાઈ જોવા મળી હતી. હવે ફરી એકવાર જેવી રીતે ભારત સરકારે કાશ્મીરને લઈ મહત્વનો ફેસલો લીધો, તેનાથી પાકિસ્તાનના શેર બજારમાં જોરદાર ગિરાવટ જોવા મળી છે.

રાજ્યસભામાં અમિત શાહ જમ્મુ અને કાશ્મીર પર બોલ્યા

રાજ્યસભામાં અમિત શાહ જમ્મુ અને કાશ્મીર પર બોલ્યા

કેન્દ્રીય મંત્રી અમિત શાહે અનુચ્છેદ 370 (1) સિવાય અનુચ્છેદ 370ના તમામ ખંડ હટાવવાની સંકલ્પના રજૂ કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે આર્ટિકલ 370 હટાવવામાં એક સેકન્ડ ફણ મોડું ન કરવી જોઈએ. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે સંવિધાનમાં આર્ટિકલ 370 અસ્થાઈ હતું, જેનો મતલબ એ હતો કે આજ નહિ તો કાલે આ હટાવવો પડે તેમ જ હતો પરંતુ અત્યાર સુધી કોઈમાં રાજનૈતિક ઈચ્છાશક્તિ નહોતી. લોકો વોટ બેંકની રાજનીતિ કરતા હતા પરંતુ અમે વોટ બેંકની પરવા નથી કરી. આ મામલે હું બધા જ સવાલોના જવાબ આપવા માટે પણ તૈયાર છું. વિપક્ષના નેતા, આખા વિપક્ષ અને કાશ્મીર મુદ્દા પર સત્તા પક્ષના સભ્યો તરફથી તમામ ચર્ચા માટે તૈયાર છું.

રૂપિયામાં કડાકો, ડૉલરના મુકાબલે 70ના સ્તરને વટાવી ગયોરૂપિયામાં કડાકો, ડૉલરના મુકાબલે 70ના સ્તરને વટાવી ગયો

English summary
pakistan share market fells after the revocation of article 370 and 35a
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X