For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 ઓક્ટોબરથી પાસપોર્ટ બનાવવો મોંધો પડશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

passport
નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર: હવે પાસપોર્ટ મેળવવા માટે એક ઓક્ટોમ્બરથી વધારે ફી ચૂકવવી પડશે. વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં જણાવાયું છે કે સરકારે સામાન્ય શ્રેણી હેઠણ પાસપાર્ટ અને સંબંધિત સેવામાં ભાવ વધારો 1000 રૂપિયાથી 1500 રૂપિયા અને તત્કાલીન યોજના હેઠળ 2500થી વધારીને રૂપિયા 3500 કરી દેવામાં આવ્યો છે.

આ અગાઉ 29 માર્ચ 2002ના રોજ પાસપોર્ટ અને સબંધિત સેવાના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. વિદેશમાં રહેનારા ભારતીય નાગરિકોને સામાન્ય આવેદન માટે હવે 75 ડોલર (પહેલાં 40 ડોલર) 60 યૂરો (પહેલાં 48 યૂરો) આપવા પડશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગત 10 વર્ષોમાં મૂડીગત ખર્ચ, ઉપકરણોની ખરીદી, પોલીસ વિભાગની ચૂકવણી, ભારતીય ડાક ખર્ચ, પાસપોર્ટ પુસ્તિકાના પ્રકાશન, આઇટી ખર્ચા અને સેવા પૂરી પાડનારાની ચૂકવણી સંબંધી પડતર કિંમતમાં વધારો થતાં આ ભાવવધારો કરવામાં આવ્યો છે.

English summary
The government on Friday raised normal passport fee by Rs 500 and Tatkal passport fee by Rs 1,000. While normal passport will now be available for Rs 1,500, the cost of Tatkal passport will go up to Rs 3,500.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X