For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Paytmના IPOએ રોકાણકારોને આપ્યો મોટો ઝટકો, નબળા લિસ્ટિંગને કારણે થયું મોટું નુકસાન

ડિજિટલ પેમેન્ટ કંપની Paytm ની પેરેન્ટ કંપની 'One97 Communications'ના શેરે ગુરુવારના રોજ રોકાણકારોને મોટો ઝટકો આપ્યો હતો. Paytm ના MahaIPO વિશે જેટલી વધુ ચર્ચા થઈ, તેનું લિસ્ટિંગ એટલું જ નબળું પડ્યું હતું.

|
Google Oneindia Gujarati News

મુંબઈ : ડિજિટલ પેમેન્ટ કંપની Paytm ની પેરેન્ટ કંપની 'One97 Communications'ના શેરે ગુરુવારના રોજ રોકાણકારોને મોટો ઝટકો આપ્યો હતો. Paytm ના MahaIPO વિશે જેટલી વધુ ચર્ચા થઈ, તેનું લિસ્ટિંગ એટલું જ નબળું પડ્યું હતું.

Paytm

ગુરુવારના રોજ પેટીએમના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર રૂપિયા 1955 અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર રૂપિયા 1950ના ભાવે લિસ્ટ થયા હતા. જો કે, તેના IPOના લિસ્ટિંગ પહેલા, Paytm એ શેર દીઠ રૂપિયા 2,150 ફાળવ્યા હતા. ગુરુવારના રોજ IPOનું લિસ્ટિંગ થયા બાદ તે મંદીની સ્થિતિમાં છે.

સવારે 10 કલાક બાદ શેર બીએસઈ પર 15.97 ટકાનો ઘટાડો નોંધાવીને રૂપિયા 1,806.65 પર આવી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર શરૂઆતનો ભાવ લગભગ 10 ટકા ઘટીને રૂપિયા 1,950 પર હતો. NSE પર પણ Paytmના શેરમાં સવારે 10 કલાક બાદ વધુ ઘટાડો થયો હતો.

ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ પેટીએમના શેર અંગે રોકાણકારોમાં ઘણી ચર્ચા હતી, પરંતુ ખરીદદારોના ધીમા પ્રતિસાદ વચ્ચે દલાલ સ્ટ્રીટ પર નિરાશાજનક શરૂઆત થઈ હતી. Paytm IPO 1 નવેમ્બરથી 3 નવેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખૂલ્લો હતો.

Paytm ની પેરેન્ટ કંપની One97 Communications ને IPO લોન્ચ પહેલા સારો પ્રતિસાદ મળ્યો હતો. વેચાણ માટે ઓફર કરાયેલા 4.83 કરોડ શેરની સામે 9.14 કરોડ શેર માટે બિડ મૂકવામાં આવી હતી. કંપનીએ તેના શેરની કિંમત રૂપિયા 2,150 નક્કી કરી હતી.

કંપનીનું કહેવું છે કે, તે રૂપિયા 18,300 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જો કે, ગુરુવારના રોજ બજાર ખૂલતાંની સાથે જ Paytm રોકાણકારોને નુકસાન થયું હતું. નિષ્ણાતોએ પહેલેથી જ અનુમાન લગાવ્યું હતું કે Paytm શેરનું લિસ્ટિંગ નબળું રહી શકે છે.

ઉલ્લેખીય છે કે, IPO પહેલા One97 Communications એ એન્કર રોકાણકારો પાસેથી રૂપિયા 8,235 કરોડ એકત્ર કર્યા હતા. આ રાઉન્ડમાં 122 સ્થાનિક અને વિદેશી ફંડ્સે પેટીએમના શેર માટે બિડ કરી હતી. આ રાઉન્ડ 10 થી વધુ વખત સબ્સ્ક્રાઇબ થયો છે. માત્ર BlackRock, CPPIB અને GICએ મળીને રૂપિયા 2,516 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.

ટોચના સોવરિન વેલ્થ ફંડ્સ અને નાણાકીય રોકાણકારોએ Paytmના એન્કર રાઉન્ડમાં ભાગ લીધો હતો. જેમાં સિંગાપોરની GIC અને કેનેડાની CPPIB, BlackRock, Alkeon Capital અને અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીનો સમાવેશ થાય છે.

ફિડેલિટી, સ્ટાન્ડર્ડ લાઇફ એબરડીન, યુબીએસ અને અમેરિકન હેજ ફંડ જેનસ હેન્ડરસને પણ પેટીએમમાં​રોકાણ કર્યું હતું. આદિત્ય બિરલા મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય કેટલાક સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ પણ બિડ કરે છે.

English summary
Paytm IPO Big loss to investors Weak listing of shares of One97 Communications.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X