For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના ઇતિહાસમાં પહેલીવાર પેટ્રોલ અને ડીઝલ 80ને પાર

પેટ્રોલ અન ડીઝલના ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચતાં કોંગ્રેસીઓએ વિરોધ પ્રદર્શન કર્યો, સાઇકલ પર સવાર થઇ વિધાનસભા સુધી પહોચ્યા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો સલસિલો સતત ચાલુ છે અને તમામ વિરોધો છતાં ઓઇલ કંપનીઓ કોઇપણ પ્રકારની રાહત આપવાના મૂડમાં નથી. આજે સતત 20મા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 21 પૈસા પ્રતિ લીટરે વધારો નોંધાયો છે, જ્યારે ડીઝલમાં ભાવમાં 17 પૈસા પ્રતિ લીટરનો વધારા નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 80.13 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે, જ્યારે ડીઝલના ભાવ 80.19 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયા છે.

પહેલીવાર પેટ્રોલ અને ડીઝલ 80ને પાર

પહેલીવાર પેટ્રોલ અને ડીઝલ 80ને પાર

દેશના ઇતિહાસમાં પહેલીવાર છે જ્યારે ડીઝલના ભાવ પેટ્રોલથી વધી ગયા છે અને બંનેના ભાવ 80 રૂપિાયને પાર કરી ગયા છે. પાછલા ત્રણ દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલ વધારા બાદ ડીઝલના ભાવ પેટ્રોલથી પણ મોંઘા થઇ ગયા છે જ્યારે ડીઝલના ભાવ 80 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયા છે. અગાઉ ગુરુવારે પેટ્રોલના ભાવમાં 16 પૈસા પ્રતિ લીટરે અને ડીઝલના ભાવમાં 14 પૈસા પ્રતિ લીટરે વધારો થયો હતો. જે બાદ દિલ્હીમાં પટ્રોલના ભાવ 79.82 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 0.02 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા હતા.

યૂપીમાં વિરોધ પ્રદર્શન

યૂપીમાં વિરોધ પ્રદર્શન

પેટ્રોલ અને ડીઝલના ભાવને વધતા જોઇ ઉત્તર પ્રદેશમાં ગુરુવારે લોકોએ તેનો વિરોધ કર્યો. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભર તથા તમની પાર્ટીના ધારાસભ્ય સાઇકલથી રસ્તા પર ઉતરી આવ્યા. આ બધા જ વિધાનસભાની બહાર પ્રદર્શન કરવા જઇ રહ્યા હતા કે પોલીસે તેમને રોકી લીધા. આ દરમિયાન તેમની પોલીસ સાથે બબાલ પણ થઇ હતી. તેઓ સાઇકલથી જ વિધાનસભા જવાની જીદ પર અડી રહ્યા. જ્યારે પોલીસે તેમને આગળ જવા ના દીધા તો તઓ પોતાના આવાસ બહાર જ ધરણા પર બેસી ગયા.

ઉત્તરાખંડમાં સડક પર ઉતરશે લોકો

ઉત્તરાખંડમાં સડક પર ઉતરશે લોકો

જ્યારે ઉત્તરાખંડમાં કોંગ્રેસના અધ્યક્ષ પ્રીતમ સિંહ અને પ્રદે ઉપાધ્યક્ષ સૂર્યકાંત ધસ્માનાના નેતૃત્વમાં ગુરુવારે દેહરાદૂનમાં સેંકડો કોંગ્રેસીઓએ માનવ શ્રૃંખલા બનાવી પેટ્રોલ- ડીઝલની કિંમતોમાં ધારા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. જ્યારે બીજી તરફ કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વિરુદ્ધ આગરામાં નોટિસ જાહેર થવાનો પણ કોંગ્રેસે વિરોધ જતાવ્યો છે. કોંગ્રેસ ભવનમાં થયેલ બેઠકમાં પ્રીતમ સિંહે કહ્યું કે પોતાની વિફલતાઓને છૂપાવવા માટે ભાજપ સરકારના ઇશારા પર કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવી રહ્યો છે.

આજનું રાશિફળ (Today Horoscope): 26 જૂન 2020નું રાશિફળઆજનું રાશિફળ (Today Horoscope): 26 જૂન 2020નું રાશિફળ

English summary
petrol and diesel price crossed the level of 80 rupee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X