24 જાન્યુઆરીએ પેટ્રોલ સસ્તુ થયું, જાણો ડીઝલના રેટ
અમદાવાદઃ 24મી જાન્યુઆરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 21 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલમાં પ્રતિ લીટરે 26 પૈસાએ ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ 71.77 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 70.74 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

દિલ્હીમાં શું રેટ છે
દેશની રાજધાની દિલ્હીમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલ 22 પૈસા પ્રતિ લીટરે અને ડીઝલ 25 પૈસા પ્રતિ લીટરે સસ્તું થયું છે. નવી કિંમતો લાગૂ થયા બાદ અહીં આજે પેટ્રોલ 74.43 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 67.61 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.

મુંબઈના રેટ
દેશના આર્થિક રાજધાની મુંબઈમાં પણ પેટ્રોલ અને ડીઝલ સસ્તાં થયાં છે. મુંબઈમાં આજે પેટ્રોલમાં 22 પૈસા પ્રતિ લીટરે જ્યારે ડીઝલમાં 27 પૈસા પ્રતિ લીટરે ભાવ ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ મુંબઈમાં આજે પેટ્રોલ 80.03 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 70.88 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

કોલકાતાના રેટ
કોલકાતામાં પણ પેટ્રોલ અને ડીઝલ આજે સસ્તા થયાં છે જેના થકી નાગરિકોએ મહદઅંશે રાહતનો શ્વાસ લીધો છે. કોલકાતામાં આજે પેટ્રોલની કિંમતમાં 22 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 25 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે કોલકાતામાં પેટ્રોલ 77.04 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 69.97 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
Mood Of The Nation Poll: પીએમ તરીકે લોકોની પહેલી પસંદ કોણ, જાણો મોદી કયા નંબરે?