For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ત્રણ દિવસ બાદ ફરીથી થયો વધારો, દિલ્લીમાં 91ને પાર પહોંચ્યુ પેટ્રોલ

દેશમાં ત્રણ દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એક વાર ફરીથી વધારો કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Petrol Diesel Price hike: દેશમાં ત્રણ દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એક વાર ફરીથી વધારો કરવામાં આવ્યો છે. શનિવારે રાજધાની દિલ્લીમાં પેટ્રોલ 24 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ 15 પૈસા પ્રતિ લિટર વધી ગયુ. આ વધારા બાદ દિલ્લીમાં પેટ્રોલની કિંમતો 91.17 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. વળી, ડીઝલના ભાવ 81.47 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે.

fuel

ક્રૂડ ઓઈલ થયુ મોંઘુ

ઈંધણની કિંમતોમાં આ ફેરફાર આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલ વધારાના કારણે થયો છે. બેંચમાર્ક ક્રૂડ ઓઈલ બ્રેંટ ક્રૂડ 66 ડૉલક પ્રતિ બેરલની ઉપર છે અને ડબ્લ્યુટીઆઈનો ભાવ 63 ડૉલરની ઉપર ચાલી રહ્યો છે. જો કે દિલ્લી સહિત ઘણા શહેરોમાં ક્રૂડ ઓઈલની કિંમતોના વધારાનુ કારણ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવી રહેલ ટેક્સ પણ છે.

પેટ્રોલિયમ મંત્રીએ કિંમત ઘટવાનુ જણાવી સંભાવના

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે પેટ્રોલ-ડીઝલની કિંમતો માટે કહ્યુ હતુ કે આવનારા અમુક મહિનામાં જરૂર ઈંધણની કિંમતો ઘટશે. તેમણે કહ્યુ હતુ કે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ પદાર્થોની કિંમતોમાં વધારાએ ગ્રાહકોને ઘણા પ્રભાવિત કર્યા છે. આવનારા અમુક દિવસોમાં કિંમતો જરૂર થોડી ઘટશે કારણકે ઠંડીમાં માંગ વધવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ પણ મોંઘુ થઈ જાય છે.

દિલ્લી ઉપરાંત અન્ય શહેરોમાં ઈંધણની કિંમતની સ્થિતિ

- મુંબઈમાં પેટ્રોલ 97.47 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ છે. વળી, ડીઝલ 88.60 રૂપિયા પ્રતિ લિટર છે.

- કોલકત્તામાં પેટ્રોલ 91.35 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ છે. વળી, ડીઝલ 84.35 રૂપિયા પ્રતિ લિટર છે.

- ચેન્નઈમાં પેટ્રોલ 93.11 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ છે. વળી, ડીઝલ 86.45 રૂપિયા પ્રતિ લિટર છે.

- બેંગલુરુમાં પેટ્રોલ 94.22 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ છે. વળી, ડીઝલ 86.37 રૂપિયા પ્રતિ લિટર છે.

- પટનામાં પેટ્રોલ 93.48 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ છે. વળી, ડીઝલ 86.73 રૂપિયા પ્રતિ લિટર છે.

- લખનઉમાં પેટ્રોલ 81.85 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ છે. વળી, ડીઝલ 82.05 રૂપિયા પ્રતિ લિટર છે.

- અમદાવાદમાં પેટ્રોલ 88.16 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ છે. વળી, ડીઝલ 87.65 રૂપિયા પ્રતિ લિટર છે.

- હૈદરાબાદમાં પેટ્રોલ 94.79 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ છે. વળી, ડીઝલ 88.86 રૂપિયા પ્રતિ લિટર છે.

- જયપુરમાં પેટ્રોલ 97.40 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ છે. વળી, ડીઝલ 89.69 રૂપિયા પ્રતિ લિટર છે.

એક દિવસમાં 16488 નવા કોરોના કેસ, 1.42 કરોડ લોકોને મૂકાઈ રસીએક દિવસમાં 16488 નવા કોરોના કેસ, 1.42 કરોડ લોકોને મૂકાઈ રસી

English summary
Petrol and Diesel price hiked again after 3 days, Petrol in Delhi crosses 91 Rs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X