For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સતત 16મા દિવસે વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજનો રેટ

સતત 16મા દિવસે વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજનો રેટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના રેટમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ફરી એકવાર રેટ વધ્યા છે. જણાવી દઇએ કે આજે સતત 16મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. પેટ્રોલના ભાવમાં આજે 33 પૈસા પ્રતિ લીટરે વધારો થયો છે જ્યારે ડીઝલના રેટમાં 58 પૈસા પ્રતિ લીટરે વધારો નોંધાયો છે. જે બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 79.56 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 78.85 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

petrol

જણાવી દઇએ કે આખો દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે, જેના કારણે મહિનાઓ સુધી દેશ લૉકડાઉનમાં રહ્યો, જેને પગલે લોકોના રોજગાર છીનવાઇ ગયા, તમામ ઉદ્યોગ ધંધા બંધ થઇ ગયા અને લોકો મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાછલા 16 દિવસથી દરરોજ વધારો થઇ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલમા દરરોજ થતા વધારાએ સામાન્ય નાગરિકોની કમર તોડી નાખી છે. લોકો સરકારને અપીલ કરી રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવામાં આવે અને મુશ્કેલીના સમયમાં લોકોને રાહત આપવામા આવે.

અગાઉ પેટ્રોલિયમ કંપનીઓએ રવિવારે પેટ્રોલના ભાવમાં 35 પૈસા પ્રતિ લીટરે વધારો કર્યો હતો, જ્યારે ડીધલના ભાવમાં 60 પૈસા પ્રતિ લીટરે વધારો કર્યો હતો. જે બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 79.23 રૂપયા પ્રતિ લીટર જ્યારે ડીઝલના રેટ 78.27 રૂપયા પ્રતિ લીટર થઇ ગયા હતા. શનિવારે પેટ્રોલના ભાવ 78.88 રૂપિયા પ્રતિ લીટર હતા જ્યારે ડીઝલના ભાવ 77.67 રૂપિયા પ્રતિ લીટર હતા.

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત ઘરે રહીને દરરોજના 202 રૂપિયા કમાવાનો મોકોગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત ઘરે રહીને દરરોજના 202 રૂપિયા કમાવાનો મોકો

English summary
petrol and diesel price rate of today in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X