For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવતા મહિને વધી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ, સાઉદી અરેબિયાના આ પગલાથી વધશે મુશ્કેલી

સાઉદી અરામકોએ માર્ચ માટે એશિયામાં વેચાતા તેના ક્રૂડ ગ્રેડના ભાવમાં વધારો કર્યો છે. કંપની દ્વારા ક્રૂડના તમામ ગ્રેડમાં વધારો કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 05 ફેબ્રુઆરી : સાઉદી અરામકોએ માર્ચ માટે એશિયામાં વેચાતા તેના ક્રૂડ ગ્રેડના ભાવમાં વધારો કર્યો છે. કંપની દ્વારા ક્રૂડના તમામ ગ્રેડમાં વધારો કરવામાં આવ્યો છે. સાઉદી અરામકોએ ફેબ્રુઆરીની સરખામણીમાં માર્ચમાં તેના એશિયન ગ્રાહકો માટે આરબ લાઇટ ક્રૂડના ભાવમાં 60 સેન્ટ પ્રતિ બેરલનો વધારો કર્યો છે. જો કે, દેશમાં તેલની કિંમતો હાલ પૂરતો સ્થિર રાખવામાં આવી છે. તેની પાછળનું કારણ પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી હોવાનું માનવામાં આવે છે.

બેરલ દીઠ 60 સેન્ટનો વધારો થયો

બેરલ દીઠ 60 સેન્ટનો વધારો થયો

Aramco એ શનિવારના રોજ જણાવ્યું હતું કે, વિશ્વના ટોચના ઓઇલ નિકાસકારે એશિયન ગ્રાહકો માટે તેના આરબ લાઇટ ક્રૂડ ગ્રેડની કિંમત ફેબ્રુઆરીમાં 2.80 ડોલરપ્રતિ બેરલની સરખામણીમાં 60 સેન્ટ પ્રતિ બેરલ વધારી છે.

જાન્યુઆરીમાં રોઇટર્સના સર્વેક્ષણમાં આગાહી કરવામાં આવી હતી કે, કંપની માર્ચમાં તેના ફ્લેગશિપ ગ્રેડમાટે 60 સેન્ટ્સ પ્રતિ બેરલ વધારી શકે છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઇ શકે છે ફેરફાર

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઇ શકે છે ફેરફાર

ભાવમાં આ વધારો એશિયામાં મજબૂત માગ દર્શાવે છે. આ પછી માનવામાં આવી રહ્યું છે કે, એશિયન માર્કેટમાં તેલની કિંમતોમાં પણ વધારો જોવા મળી શકે છે.

કાચાતેલની કિંમતોમાં વધારા સાથે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર જોવા મળી શકે છે.

બીજી તરફ ભાવમાં સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે, એશિયામાં તેલની મજબૂતમાગ યથાવત છે. આ કારણે કંપનીઓ ગેસોલિન અને જેટ ફ્યુઅલમાં વધુ માર્જિન રાખી રહી છે.

ડિસેમ્બર બાદ તેલના ભાવમાં વધારો થયો નથી

ડિસેમ્બર બાદ તેલના ભાવમાં વધારો થયો નથી

ઉલ્લેખનીય છે કે, 02 ડિસેમ્બર 2021થી દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનનીવેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

સ્થાનિક બજારમાં ગયા વર્ષે દિવાળીના સમયે એટલે કે નવેમ્બર 2021થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારથી, ક્રૂડ ઓઇલમાં પ્રતિ ડોલરલગભગ 10 ડોલરનો વધારો થયો છે, પરંતુ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે.

English summary
Petrol and diesel prices may rise next month, Saudi Arabia's move will add to the woes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X