For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ અને ડીઝલ ફરી મોંઘા થયાં, જાણો આજના રેટ

પેટ્રોલ અને ડીઝલ ફરી મોંઘા થયાં, જાણો આજના રેટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલમાં રવિવારે થોડી રાહત મળી હતી. સતત 21 દિવસ સુધી ભાવ વધારો થયા બાદ રવિવારે પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઇ વધારો નહોતો થયો, પરંતુ રાહતના આગલા જ દિવસે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલ મોંઘાં થયાં છે. સોમવારે અઠવાડિયાના પહેલા જ દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી. રાજધાની દિલ્હીમાં સોમવારે પેટ્રોલની કિંમતમાં 0.05 રૂપિયાન વધારો નોંધાયો છે.

ડીઝલ પેટ્રોલથી પણ આગળ નીકળ્યું

ડીઝલ પેટ્રોલથી પણ આગળ નીકળ્યું

આ તેજી સાથે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પટ્રોલની કિંમત વધીને 80.43 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઇ છે. પેટ્રોલથી પણ વધુ ખરાબ હાલ ડીઝલના છે. અત્યાર સુધી ડીઝલની કિંમત હંમેશા પેટ્રોલથી ઓછી જ હેતી હતી, પરંતુ હવે ડીઝલ પેટ્રોલને પણ પાછળ છોડી ચૂક્યું છે. સોમવારે રાજધાની દિલ્હીમાં ડીઝલ 13 પૈસા મોંઘું થયું. જે બાદ ડીઝલ 80.53 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

અમદાવાદમાં પેટ્રોલના રેટ

અમદાવાદમાં પેટ્રોલના રેટ

અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 5 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 13 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ 77.91 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 77.85 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

મુંબઇમાં પેટ્રોલ અન ડીઝલના રેટ

મુંબઇમાં પેટ્રોલ અન ડીઝલના રેટ

મુંબઇકરોએ પણ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો સહન કરવો પડી રહ્યો છે. મુંબઇમાં આજ પેટ્રોલ 5 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 12 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે મુંબઇમાં પેટ્રોલ 87.19 રૂપિયા અને ડીઝલ 78.83 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના- આતંકીઓ વચ્ચે અથડામણ, 3 આતંકવાદીઓ ઠાર મરાયાજમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના- આતંકીઓ વચ્ચે અથડામણ, 3 આતંકવાદીઓ ઠાર મરાયા

English summary
petrol and diesel today rate: petrol diesel become costlier.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X