આજે પણ ઘટી પેટ્રોલ-ડીઝલની કિંમત, જાણો 3 ડિસેમ્બરનો ભાવ
આજે પણ ઘટી પેટ્રોલ-ડીઝલની કિંમત, જાણો 3 ડિસેમ્બરનો ભાવ
અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જેને પગલે સામાન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી આ ઘટડો યથાવત છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 29 પૈસાનો ઘટાડો નોંધાયો જ્યારે ડીઝલની કિંમતમાં 38 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે પેટ્રોલ 69.29 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ વેંચાઈ રહ્યું છે અને ડીઝલ 69.62 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
જો દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 30 પૈસાનો ભાવ ઘટાડો નોંધાયો છે, જ્યારે ડીઝલની કિંમતમાં આજે 36 પૈસાનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલ 71.93 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 66.66 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત
મુંબઈકરોને પણ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત મળી છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 30 પૈસાનો ભાવ ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 38 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં આઝે પેટ્રોલ 77.50 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 69.77 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત
ચેન્નઈની વાત કરીએ તો ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમત 31 પૈસા પ્રતિ લીટરે ઘટી છે જ્યારે ડીઝલની કિંમત 39 રૂપિયા પ્રતિ લીટરે ઘટી છે. નવી કિંમતો લાગુ થયા બાદ ચેન્નઈમાં આજે પેટ્રોલ 74.63 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 70.38 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. છેલ્લા દોઢ મહિનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.












Click it and Unblock the Notifications
