પેટ્રોલ-ડીઝલની કિંમતોએ તોડ્યા બધા રેકોર્ડ, જાણો આજની કિંમત
પેટ્રોલ-ડીઝલની કિંમતોએ તોડ્યા બધા રેકોર્ડ, જાણો આજની કિંમત
અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલની વધી રહેલી કિંમતોએ સામાન્ય નાગરિકોની મુશ્કેલી વધારી છે. આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. આજે 14 પૈસાના ભાવ વધારા સાથે પેટ્રોલ 83.09 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે 22 પૈસાના વધારા સાથે ડીઝલ 80.98 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે બુધવારે પેટ્રોલ-ડીઝલમાં વધારો કે ઘટાડો નહોતો થયો.

ચાર મેટ્રો શહેર મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. દિલ્હીમાં આજે ટ્રોલમાં 15 પૈસા જ્યારે ડીઝલમાં 20 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલ લીટર દીઠ 84 રૂપિયા અને ડીઝલ લીટર દીઠ 75.45 રૂપિયામાં મળી રહ્યું છે. પાછલા કેટલાય દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો- અત્યારસુધીના સૌથી નીચલા સ્તરે રૂપિયો, 73.33 રૂપિયા પ્રતિ ડોલર
જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમતોએ પણ રેકોર્ડ તોડ્યો છે. અહીં પેટ્રોલ 91 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે. પેટ્રોલની કિંમતાં મુંબઈમાં 14 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં 21 પૈસાનો વધારો ઝીંકાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 91.34 રૂપિયા અને ડીઝલ 80.10 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે. મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલ ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું છે.
આ પણ વાંચો- પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોથી પંપ માલિકો પણ પરેશાન
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
