પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આજે ફરી થયો વધારો
અમદાવાદઃ ઓઈલ કંપનીઓ સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી રહી છે ત્યારે કિંમતોને નાથવામાં સરકાર પર વિફળ રહી. છેલ્લા કેટલાય દિવસથી સતત વધી રહેલા ભાવને પગલે નાગરિકોના ખિસ્સા પર ભારણ વધી રહ્યું છે. અમદાવાદમાં આજે પેટ્રોલમાં 22 પૈસાનો વધારો ઝીંકાયો જ્યારે ડીઝલની કિંમતમાં આજે 20 પૈસાનો વધારો ઝીંકાયો છે. આજના વધારા સાથે અમદાવાદમાં પેટ્રોલની કિંમતો લીટર દીઠ 82.32 રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ છે જ્યારે ડીઝલની કિંમતો લીટર દીઠ 79.87 રૂપિયાની સપાટી પર પહોંચી ગઈ છે.
અમદાવાદ ઉપરાંત મુંબઈ, દિલ્હીમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 22 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 18 પૈસાનો વધારો થયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલની કિંમત 83.22 રૂપિયા પ્રતિ લીટરે થઈ ગયું છે જ્યારે ડીઝલ 74.42 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં પણ પેટ્રોલની કિંમતમાં 22 પૈસા અને ડીઝલની કિંમતમાં 19 પૈસાનો વધારો ઝીંકાયો છે.
નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલની કિંમત 90.57 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત 79.01 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. વિપક્ષ અને સામાન્ય નાગરિકોના તમામ વિરોધ બાદ જેવી રીતે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે તેનાથી સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. સરકારના તમામ દાવા અને કોશિશો પેટ્રોલ-ડીઝલના ભાવ પર કાબૂ મેળવવામાં વિફળ થઈ રહ્યા છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે પેટ્રોલિયમ પદાર્થની કિંમતો સરકારના હાથમાં નથી.
દિવાળી પહેલા લાખો કર્મચારીને મળી મોટી ગિફ્ટ, પગાર વધશે