Fuel Prices: પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે પણ સ્થિર, જાણો શું છે તમારા શહેરના રેટ
નવી દિલ્લીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં આજે એક માર્ચે કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં કોઈ વધારો કર્યો નથી. આ પહેલા રવિવારે(28 ફેબ્રુઆરી)એ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ વધારો થયો નહોતો. પેટ્રોલ-ડીઝલના ભાવ શનિવાર(27 ફેબ્રુઆરી)એ વધારવામાં આવ્યા હતા. ગયા મહિને ફેબ્રુઆરી, 2021ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ 14 દિવસ વધ્યા હતા જ્યારે ઈંધણની કિંમતોમાં ઘટાડો એક પણ દિવસ નોંધવામાં આવ્યો નહોતો. હાલમાં રાજધાની દિલ્લીમાં પેટ્રોલ 91.17 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે અને ડીઝલ 81.47 રૂપિયા પ્રતિ લિટર છે. શનિવારે દિલ્લીમાં પેટ્રોલ 24 પૈસા વધ્યુ હતુ અને ડીઝલમાં 15 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. વળી, મુંબઈમાં પેટ્રોલ 97.5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 88.60 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે.
જાણો બાકીના શહેરોના પેટ્રોલ અન ડીઝલના ભાવ
- ચેન્નઈમાં પેટ્રોલ 93.11 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 86.45 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકત્તામાં પેટ્રોલ 91.35 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 84.35 રૂપિયા પ્રતિ લિટર છે.
- લખનઉમાં પેટ્રોલ 89.31 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 81.85 રૂપિયા પ્રતિ લિટર છે.
- બેંગલુરુમાં પેટ્રોલ 94.22 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 86.37 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચંદીગઢમાં પેટ્રોલ 87.73 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 81.17 રૂપિયા પ્રતિ લિટર છે.
- ભોપાલમાં પેટ્રોલ 99.21 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 89.76 રૂપિયા પ્રતિ લિટર છે.
- રાંચીમાં પેટ્રોલ 88.54 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 86.12 રૂપિયા પ્રતિ લિટર છે.
- પટનામાં પેટ્રોલ 93.48 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 86.73 રૂપિયા પ્રતિ લિટર છે.
- અમદાવાદમાં પેટ્રોલ 88.39 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 87.81 રૂપિયા પ્રતિ લિટર છે.
દેશમાં રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે છે. ક્રૂડ ઓઈલની કિંમતો અને વિદેશી મુદ્રાની દરોના હિસાબે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. એટલુ જ નહિ નવી કિંમતે રોજ સવારે 6 વાગે દેશના દરેક પેટ્રોલ પંપ પર લાગુ થઈ જાય છે. તમે તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ એસએમએસ દ્વારા રોજ જાણી શકો છો. આના માટે તમારે 9224992249 પર એસએમએસ મોકલવાનો હોય છે.
ફરીથી મોંઘુ થયુ ઘરેલુ ગેસ સિલિન્ડર, આ વખતે વધ્યા 25 રૂપિયા