For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલની કિંમત 2018ના સૌથી નીચલા સ્તરે, ડીઝલ પણ થયું સસ્તું

પેટ્રોલની કિંમત 2018ના સૌથી નીચલા સ્તરે, ડીઝલ પણ થયું સસ્તું

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ પેટ્રોલનો ભાવ વર્ષ 2018ના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે, જેનાથી સામાન્ય નાગરિકોને ભારે રાહત મળી છે. ગુરુવારે સવારે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 0.05 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 0.07 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ 67.27 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 66.61 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. અનુમાન છે કે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો આગામી દિવસોમાં પણ યથાવત રહેશે.

પેટ્રોલની કિંમત 2018ના નીચલા સ્તરે

પેટ્રોલની કિંમત 2018ના નીચલા સ્તરે

આજે સવારે કોલકાતા, ચેન્નઈ, મુંબઈમાં પેટ્રોલની કિંમત ક્રમશઃ 71.84 રૂપયા, 75.36 રૂપિયા અને 72.36 રૂપિયા અને ડીઝલની કિંમત કોલકાતા, મુંબઈ તથા ચૈન્નઈમાં ક્રમશઃ 65.51 રૂપિયા, 66.72 રૂપિયા અને 67.31 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર છે.

ક્રૂડ ઓઈલમાં સતત ઘટાડો

ક્રૂડ ઓઈલમાં સતત ઘટાડો

જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર પાછલા કેટલાક દિવસોથી ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, માટે પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું છે, જણાવી દઈએ કે હાલમાં જ સરકારે પેટ્રોલની વધી રહેલી કિંમતને પહોંચી વળવા માટે એક્સાઈઝ ડ્યૂટીમાં કામ મૂક્યો હતો.

એક્સાઈઝ ડ્યૂટી

એક્સાઈઝ ડ્યૂટી

ઉલ્લેખનીય છે કે લોકસભામાં એક સવાલના જવાબમાં નાણા રાજ્ય મંત્રી શવ પ્રતાપ શુક્લએ કહ્યું હતું કે જો પેટ્રોલમાંથી ટેક્સ અને ડીલર્સનું કમિશન હટાવી લેવામાં આવે તો દિલ્હી-એનસીઆરમાં એક લીટર પેટ્રોલ માટે સામાન્ય માણસે માત્ર 34 રૂપિયા જ આપવાના રહેશે. નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું કે સરકારે પાછલા નાણાકીય વર્ષ દરમિયાન પેટ્રોલ પર 73,516.8 કરોડ રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી એકઠી કરી. જ્યારે ડીઝલ પર 1.5 લાખ કરોડ રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી એકઠી કરી છે.

દિગ્વિજય સિંહનો દીકરો જયવર્ધન બનશે કમલનાથના નાણામંત્રી, જાણો કેમ? દિગ્વિજય સિંહનો દીકરો જયવર્ધન બનશે કમલનાથના નાણામંત્રી, જાણો કેમ?

English summary
Petrol, diesel prices resumed downward trend on Thursday. Petrol prices fell to their lowest level in 2018 after today's revision while diesel prices dropped to the lowest level since April.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X