For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધૂળેટીના દિવસે લોકોને મળી ભેટ, સસ્તું થયું પેટ્રોલ

ધૂળેટીના દિવસે લોકોને મળી ભેટ, સસ્તું થયું પેટ્રોલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશના નાગરિકોને ધૂળેટીની ભેટ મળી છે કેમ કે આજે પેટ્રેલો અને ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. પાછલા કેટલાક દિવસોમાં પેટ્રોલ મોંઘુ થયું હતું જ્યારે ડીઝલની કિંમતમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે પરંતુ આજે પેટ્રોલ 7 પૈસા સસ્તું થયું છે જ્યારે ડીઝલની કિંમતમાં પણ કટૌતી યથાવત હતી જે આજે અટકી ગઈ છે. જો કે તેના ભાવમાં કોઈ બદલાવ થયો નથી.

petrol

આજે રાજધાની દિલ્હીમાં પેટરોલ 72.78 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલની કિંમત 66.80 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈની વાત કરીએ તો આજે અહીં પેટ્રોલ 78.40 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 69.97 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. ચેન્નઈમાં પેટ્રોલ 75.59 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલની કિંમત 70.59 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ 74.86 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 68.59 રૂપિયા પ્રતિ લીટર છે.

જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ બ્રેન્ટ ક્રૂડની કિંમત હજુ પણ 62 ડોલર પ્રતિ બેરલથી વધુ છે અને ડબલ્યૂટીઆઈ પણ 53 ડોલર પ્રતિ બેરલ છે. આ કારણે જ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ચીનની મંદીની રિપોર્ટ બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્પીડ ઘટી રહી હોવાની આશંકા છે, જે હિસાબે ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો- લંડનમાં રહીને કેટલા રૂપિયા મહિના કમાઈ રહ્યો હતો નીરવ મોદી, બતાવી સેલેરી સ્લીપ

English summary
Petrol is being retailed at Rs 72.78 per litre in Delhi while diesel costs Rs 66.80 a litre, Check rates here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X