For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fuel Rates: ફરીથી વધ્યા પેટ્રોલના ભાવ, શ્રીગંગાનગરમાં 111 રૂપિયાને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત

ઈંધણ કંપનીઓએ આજે ફરીથી સામાન્ય જનતાને ઝટકો આપ્યો છે. જાણો આજના લેટેસ્ટ રેટ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઈંધણ કંપનીઓએ આજે ફરીથી સામાન્ય જનતાને ઝટકો આપ્યો છે. સોમવારે પણ પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ ડીઝલના ભાવ સ્થિર છે. આજે એક વાર ફરીથી પેટ્રોલની કિંમતોમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કાલે પણ પેટ્રોલ 35 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ 18 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયુ હતુ. વધતી કિંમતોના કારણે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરો પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

શ્રીગંગાનગરમાં પેટ્રોલના ભાવ 111 રૂપિયાને પાર

શ્રીગંગાનગરમાં પેટ્રોલના ભાવ 111 રૂપિયાને પાર

ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ 4 મેથી અત્યાર સુધી 35 વાર પેટ્રોલ અને 33 વાર ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં હળવી રાહત જોવા મળી છે જેના કારણે આજે ડીઝલના ભાવમાં વધારો થયો નથી. તમને જણાવી દઈએ કે 135 જિલ્લાઓમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યુ છે. ઉલ્લેખનીય છે કે 4 મે પછી અત્યાર સુધી પેટ્રોલનના ભાવ 9.46 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 8.63 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થઈ ચૂક્યો છે. આજે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત 111.14 રૂપિયા પ્રતિ લિટર થઈ ચૂકી છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

શ્રીગંગાનગરઃ 111.14 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 99.86 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 105.92 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 100.75 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 99.84 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 103.2 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.49 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 102.01 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 106.64 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 96.99 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

શ્રીગંગાનગરઃ 102.6 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 89.38 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 96.91 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 93.91 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 92.27 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.03 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 94.72 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 94.76 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 97.40 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 98.47 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 89.75 રૂપિયા પ્રતિ લિટર

English summary
Petrol price again hiked on 5th July, 2021, check fuel rates in your cities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X