પેટ્રોલના ભાવમાં 60 પૈસા, તો ડીઝલના ભાવ 50 પૈસા થયું મોંઘુ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 1 માર્ચ: આ સમાચાર તમારા ખિસ્સા અને બજેટ પર અસર વર્તાવી શકે છે. ઓઇલ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી દિધો છે. પેટ્રોલના ભાવમાં 60 પૈસા પ્રતિ લિટર તો ડીઝલના ભાવમાં 50 પૈસા પતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે.

ક્રુડ ઓઇલના ઉંચા ભાવ અને ડૉલરના મુકાબલે રૂપિયામાં નમરાઇનો હવાલો આપતાં ઓઇલ કંપનીઓએ ભાવવધારાનો નિર્ણય લીધો છે. નવા ભાવ 1 માર્ચ એટલે કે આજથી લાગૂ થઇ ગયા છે. વર્ષ 2014માં પેટ્રોલના ભાવમાં આ બીજી વખત વધારો છે જ્યારે ડીઝલના ભાવમાં જાન્યુઆરી 2013 બાદથી દર મહિને કરવામાં આવતો આ 14મો વધારો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરવામાં આવેલો આ વધારો રાજ્યોમાં લગાવેલા વેટ સામેલ નથી. હકિકતમાં વધારો વિભિન્ન રાજ્યોમાં વેટના અનુરૂપ આનાથી વધુ હોય શકે છે.

petrol-new-602

જો અમદાવાદની વાત કરીએ તો વેટની સાથે અહી વેટ અને સ્થાનિક વેરા બાદ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 75 પૈસા વધી 76.91 અને ડીઝલનો ભાવ 63 પૈસા વધીને પ્રતિ લિટર 61.61 થઇ ગયો છે. જ્યારે વડોદરામાં પેટ્રોલ 76.07 અને ડીઝલ 61.25, રાજકોટમાં પેટ્રોલનો ભાવ 76.20 અને ડીઝલનો ભાવ 61.39 જ્યારે સુરતમાં પેટ્રોલનો ભાવ 76.77 અને ડીઝલનો ભાવ વધીને 61.48 થઇ ગયો છે.

English summary
Petrol price was today hiked by 60 paise a litre, the second increase this year, and diesel by 50 paise per litre, the 14th hike since January 2013.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.