For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ઘરમાં રાખેલા સોના પર પણ સરકારની નજર, આ યોજનામાં થશે ફેરફાર

સરકાર હવે ગોલ્ડ મોનિટાઈઝેશન યોજનામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

અત્યાર સુધી ઘરમાં પડેલા સોના પર ના તો કઈ રિટર્ન મળે છે અને ના આનાથી અર્થવ્યવસ્થામાં કોઈ સુધારો થાય છે. સરકાર તરફથી પહેલેથી જ ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમ હેઠળ ઘરમાં પડેલા સોના પર રિટર્ન આપવામાં આવે છે પરંતુ લોકો આમાં વધુ રસ દાખવતા નથી.

જ્વેલરી ઈન્ડસ્ટ્રીમાંથી સૂચનો માંગ્યા

જ્વેલરી ઈન્ડસ્ટ્રીમાંથી સૂચનો માંગ્યા

આ જ કારણ છે કે સરકાર હવે આ યોજનામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર સરકારે આ યોજનામાં ફેરફાર માટે જ્વેલરી ઈન્ડસ્ટ્રીમાંથી સૂચનો માંગ્યા છે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે એક પુરસ્કાર સમારંભને સંબોધિત કરીને કહ્યુ, ‘મને લાગે છે કે લોકોના ઘરોમાં સોનુ નિષ્ક્રિય પડ્યુ છે, ના તો તેનુ કોઈ રિટર્ન મળે છે અને ના અર્થવ્યવસ્થાને લાભ થાય છે.'

સોનાને બેંકોમાં જમા કરાવવુ

સોનાને બેંકોમાં જમા કરાવવુ

તેમણે કહ્યુ કે આવી યોજના બનાવવામાં મદદ કરો જેનાથી આ યોજના પ્રત્યે લોકોમાં આકર્ષણ વધે. જેથી લોકો ઘરોમાં પડેલુ સોનુ બેંકોમાં જમા કરાવે. પીયુષ ગોયલે કહ્યુ કે આપણો હેતુ લોકોના ઘરોમાં પડેલુ સોનુ બેંકોમાં જમા કરાવીને તેના પર આવક મેળવવાનો હોવો જોઈએ. ગોયલ અનુસાર આનાથી વિદેશી મુદ્રા ભંડાર પર પડી રહેલા બોઝને ઘટાડી શકાય છે.

આ પણ વાંચોઃ દિલ્લી ગેંગરેપ મર્ડરઃ 7 વર્ષ બાદ હવે ક્યાં છે નિર્ભયાનો દોસ્ત? પિતાએ શું કહ્યુ?આ પણ વાંચોઃ દિલ્લી ગેંગરેપ મર્ડરઃ 7 વર્ષ બાદ હવે ક્યાં છે નિર્ભયાનો દોસ્ત? પિતાએ શું કહ્યુ?

2015માં થઈ હતી ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમની શરૂઆત

2015માં થઈ હતી ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમની શરૂઆત

તમને જણાવી દઈએ કે સરકારે વર્ષ 2015માં મોનિટાઈઝેશન સ્કીમની શરૂઆત કરી હતી. આ યોજનાને ઓછા રિટર્ન અને સુરક્ષા ચિંતાના કારણે સારી પ્રતિક્રિયા ન મળી શકી. આના પર 2.25થી 2.50 ટકા સુધી વ્યાજ મળે છે. યોજના હેઠળ બેંક એક નિશ્ચિત સમય માટે ગ્રાહકોને સોનુ જમા કરાવવાની અનુમતિ આપે છે. આ યોજનાનો હેતુ લોકોને લાભ અપાવવાનો છે. ભારતની વાર્ષિક સોનાની માંગ 800-1000 ટન છે અને આનો મોટાભાગનો ભાગ આયાત કરવામાં આવે છે. એવુ અનુમાન છે કે ઘરોમાં લગભગ 20,000 ટન સોનુ બેકાર પડેલુ છે.

English summary
piyush goyal said government may improve gold monetisation scheme, seeks industry suggestion for it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X