For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM Kisan આવતીકાલ બાદ કરોડો ખેડૂતોને મળશે ડબલ હપતો

પીએમ કિસાન યોજના અંતર્ગત કેટલાક રાજ્યોની લાપરવાહીને કારણે બાકીના ખેડૂતોના ખાતામા એક સાથે 4 હજાર રૂપિયા જમા થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

પીએમ કિસાન યોજના અંતર્ગત કેટલાક રાજ્યોની લાપરવાહીને કારણે બાકીના ખેડૂતોના ખાતામા એક સાથે 4 હજાર રૂપિયા જમા થઈ શકે છે. કાલે એટલે કે 27મેના રોજ ચૂંટણીની આચાર સંહિતા હટી શકે છે. મોદી સરકાર હવે પોતાની આ સફળ યોજનાનું કામ આગળ વધારવાનું શરૂ કરશે. આ યોજનાથી 12 કરોડ ખેડૂતોને લાભ થાય તેવી આશા છે. પરંતુ અત્યાર સુધી ફક્ત 4.76 ખેડૂતોને જ લાભ મળ્યો છે. એટલે કે હજી 7 કરોડથી વધુ ખેડૂતો એવા છે જેને આ યોજનાનો લાભ નથી મળ્યો. હવે જેવા ખેડૂતો પીએમ કિસાન યોજાનથી જોડાશે કે તેમને ડબલ હપતો મળશે. એક હપતો 2 હજાર રૂપિયાનો છે, એટલે પીએમ કિસાન યોજનામાં જોડાનાર ખેડૂતોને સીધા 4 હજાર રૂપિયા મળશે.

10 માર્ચથી બંધ છે રજિસ્ટ્રેશન

10 માર્ચથી બંધ છે રજિસ્ટ્રેશન

ચૂંટણી આચારસંહિતા લાગી જતા પીએમ કિસાન યોજનામાં 10 માર્ચથી રજિસ્ટ્રેશન બંધ કરી દેવાયું છે. જે હવે આજથી શરૂ થઈ જશે. આ ચૂંટણીમાં મોદી સરકારની પીએમ કિસાન યોજના ગેમ ચેન્જર મનાઈ છે. ભાજપની સરકાર ન હોય તેવા રાજ્યોએ ચૂંટણી પહેલા આ યોજનામાં રસ ન દર્શાવ્યો તે પણ એટલે જ કે આ યોજનાથી ભાજપને લાભ થતો હતો. પરંતુ મોદી સરકાર ખેડૂતો સુધી આ વાત પહોંચાડવમાં સફળ રહી અને તેમને સફળતા મળી.

નવા ખેડૂતો કેવી રીતે લઈ શકે યોજનાનો લાભ

નવા ખેડૂતો કેવી રીતે લઈ શકે યોજનાનો લાભ

પીએમ કિસાન યોજના સાથે ન જોડાયેલા ખેડૂતો હવે પોતાના વિસ્તારમાં લેખપાલ અને કૃષિ અધિકારી પાસે રજિસ્ટ્રેશન કરાવે. જ્યારે અધિકારી ખેડૂતોના વિવરણનું વેરિફિકેશન કરસે કે ખેડૂતોના ખાતામાં સીધા જ પૈસા જમા થઈ જશે. પહેલીવાર આ યોજનામાં જોડાનાર ખેડૂતોને સીધા જ 4 હજાર રૂપિયા મળશે. જે ખેડૂતો મોડા આ યોજનામાં જોડાયા હતા તેમના ખાતામાં પણ 2 હજાર રૂપિયા આવી શકે છે. આ પૈસા બીજા હપતાના રૂપે આવશે. લગભગ 3 કરોડ ખેડૂતોના બેન્ક ખાતામાં અત્યાર સુધીમાં 4 હજાર રૂપિયા જમા થઈ ચૂક્યા છે. હવે પોણા બે કરોડ ખેડૂતોના ખાતામાં પણ 2 હજાર રૂપિયા ગમે ત્યારે જમા થઈ શકે છે.

આ છે પીએમ કિસાન યોજનાના હેલ્પ લાઈન નંબર

આ છે પીએમ કિસાન યોજનાના હેલ્પ લાઈન નંબર

જો કોઈ ખેડૂતને પીએમ કિસાન યોજના અંગે સવાલો હોય, તો તે મદદ માટે ઉપલબ્ધ વ્યવસ્થામાંથી કોઈ પણની મદદ લઈ શકે છે. ખેડૂતો સોમવારથી શુક્રવાર સુધી પીએમ કિસાન હેલ્પ ડેસ્કના ઈમેલ [email protected] પર માહિતી મોકલી શકે છે. આ ઉપરાંત તમે 011-23381092 પર ફોન કરીને પણ મદદ માગી શકો છો. આ રીતે પણ તમે પીએમ કિસાન યોજનાનો લાભ ઉઠાવી શકો છો.

આ રીતે મળશે પીએમ કિસાન યોજનાનો લાભ

આ રીતે મળશે પીએમ કિસાન યોજનાનો લાભ

- કૃષિ વિભાગમાં રજિસ્ટ્રેશન કરવું પડશે-
- તંત્ર તેનું વેરિફિકેશન કરશે
- આ માટે જરૂરી દસ્તાવેજ જમા કરાવવા પડશે.
- રેવન્યુ રેકોર્ડમાં જમીન માલિકનું નામ, સામાજિક વર્ગીકરણ (અનુસૂચિત જાતિયજનજાતિ), બેન્ક અકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર સામેલ છે.
- લેખપાલ અને કૃષિ અધિકારની મદદ લઈ શકો છો.

કોને મળી શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ

કોને મળી શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ

- નાના અને સીમાંત ખેડૂત પરિવાર જ લઈ શકે છે લાભ
- પરિવારનો અર્થ છે પતિ -પત્ની અને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો
- તમામ પાસે સામૂહિક રિતે 2 હેક્ટર એટલે કે 5 એકર જમીન હોવી જોઈએ
- પતિ પત્ની અને બાળકોને એક જ એકમ મનાશે.

કોને નહીં મળે પીએ કિસાન યોજનાનો લાભ

કોને નહીં મળે પીએ કિસાન યોજનાનો લાભ

- કેન્દ્ર કે રાજ્ય સરકારમાં અધિકારી
- 10 હજારથી વધુ પેન્શન મેળવનાર પ્રોફેશનલ, ડોક્ટર, એન્જિનિયર, સીએ, વકીલ, આર્કિટેક્ટ
- ગત નાણાકીય વર્ષમાં ઈન્કટેક્સ ચૂકવનાર
- હાલમાં કે પૂર્વ સાંસદ રહી ચૂકેલા લોકો, ધારાસભ્યો, મંત્રી અને મેયર

English summary
pm kisan only these farmers can take advantage know how to get advantage of pm kisan yojana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X