વડાપ્રધાન આર્થિક વૃદ્ધિ મુદ્દે ઉદ્યોગપતિઓને મળશે

પીએમ આર્થવ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા તથા વૃદ્ધિને ગતિ આપવાનો માર્ગ કાઢવા માટે ઉદ્યોગપતિઓ સાથે 29 જુલાઇના રોજ મળશે. વડાપ્રધાન કાર્યાલય તરફથી આજે રજૂ કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર બેઠકમાં ચાલુ ખાતાનું નુકસાન ભરપાઇ કરવા તથા ઔદ્યોગિક વૃદ્ધિને પાટા પર લાવવા માટેના ઉપાયોની ચર્ચાનો પણ સમાવેશ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા જ વડાપ્રધાને રેલવે, બંદરો અને વીજળી ક્ષેત્રમાં જાહેર અને ખાનગી ભાગીદારી આધારિત યોજનાઓમાં આગામી છ મહિનાોમાં 1.15 લાખ કરોડ રૂપિયાના રોકાણનું લક્ષ્ય રાખ્યું હતું.












Click it and Unblock the Notifications
