For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Good News: ચૂંટણી પહેલાં કર્મચારીઓને મળશે મોટી ભેટ!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી: કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારી અને 30 લાખ પેન્શન ધારકો માટે લોકસભા ચૂંટણી પહેલાં એક મોટા સારા સમાચાર મળી શકે છે. સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરી તેને મૂળ વેતનમાં સામેલ કરવાનો નિર્ણય કરી શકે છે.

સરકાર તેમનું મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ વધારીને તેને બેજીક એટલે કે મૂળ પગારમાં ઉમેરવા જઇ રહી છે. 7મા પગાર પંચના સંદર્ભમાં આ પગલું ભરી શકાય છે અને કેબિનેટ તેના પર ટૂંક સમયમાં નિર્ણય કરશે.

એક અંગ્રેજી સમાચાર પત્રના અનુસાર તેનાથી 50 લાખ કર્મચારી અને 30 લાખ પેન્શનધારકોને પગાર પંચ દ્વારા વચગાળાની રાહત આપવાનો માર્ગ ખુલી જશે. માનવામાં આવે છે કે લોકસભાની ચૂંટણી પહેલાં આ જાહેરાત કરવામાં આવી શકે છે જેથી આચાર સંહિતાથી બચી શકાય.

money

સૂત્રોના જણાવ્યા અનુસાર જો ડીએને બેજીક પેમાં ભેળવી દેવામાં આવે છે તો કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો થઇ જશે. પાંચમા પગાર પંચ વખતે 50 ટકા ડીએને બેજીક પે સાથે ઉમેરી દિધો હતો. કેન્દ્ર સરકારા આગામી મહિને ડીએમાં 10 ટકાનો વધારો કરવા જઇ રહી છે.

નિયમો અનુસાર જ્યારે ડીએ 50 ટકાથી ઉપર થઇ જાય તો તેને મૂળ પગારમાં ભેળવી દેવામાં આવે છે. કહેવામાં આવે છે કે કેન્દ્ર સરકાર આગામી મહિને ડીએમાં 10 ટકાના વધારાની જાહેરાત કરી શકે છે. વધારો 1 જાન્યુઆરી 2014થી લાગૂ થશે.

English summary
The government may increase and merge dearness allowance (DA) with basic pay with the Union Cabinet expected to include the proposal as part of the terms of reference of the 7th pay commission.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X