For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Post Office Scheme : પોસ્ટ ઓફિસની આ ટેક્સ સેવિંગ સ્કીમમાં કરો ઇન્વેસ્ટ, મળશે મોટું રિટર્ન

Post Office Scheme : ભવિષ્યમાં આવનારી સંભવિત મૂશ્કેલી અથવા પ્લાનસ માટે બચત ખુબ જ જરૂરી છે. એ માટે આજે આપણે પોસ્ટ ઓફિસની શાનદાર સેવિંગ સ્કીમ વિશે જાણીશું. આ સ્કીમનું નામ છે, નેશનલ સેવિંગ સર્ટીફિકેટ સ્કીમ.

|
Google Oneindia Gujarati News

Post Office Scheme : વર્તમાન સમયમાં મોંઘવારીએ માજા મૂકી છે. આ સાથે દેખાદેખાના જમાનામાં ખર્ચાઓ બેકાબૂ બન્યા છે. આ ખર્ચાઓને કારણે બચત કરવાની તાતી જરૂર છે. ભવિષ્યમાં આવનારી સંભવિત મૂશ્કેલી અથવા પ્લાનસ માટે બચત ખુબ જ જરૂરી છે. એ માટે આજે આપણે પોસ્ટ ઓફિસની શાનદાર સેવિંગ સ્કીમ વિશે જાણીશું. આ સ્કીમનું નામ છે, નેશનલ સેવિંગ સર્ટીફિકેટ સ્કીમ.

Post Office Scheme

શનલ સેવિંગ સર્ટીફિકેટ સ્કીમ એક સારો વિકલ્પ

દેશમાં મોટાભાગના લોકો પોતાના પૈસા એવી જગ્યાએ રોકવા માંગે છે, જ્યાં રીસ્ક ઓછુ અને રિટર્ન વધું હોય. એ માટે પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટીફિકેટ સ્કીમ એક સારો વિકલ્પ બની શકે છે.

રોકાણ કરવાથી તમને 7 ટકાના દરે વ્યાજ મળે છે

જો તમે બજારના જોખમોના સંપર્કમાં આવ્યા વગર તમારા પૈસા પર સારા વળતરની અપેક્ષા રાખી રહ્યા છો, તો આવી સ્થિતિમાં તમે પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં તમારા પૈસાનું રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં રોકાણ કરવાથી તમને 7 ટકાના દરે વ્યાજ મળે છે. 1 જાન્યુઆરી 2023 પહેલા આ વ્યાજ દર 6.8 ટકા હતો.

પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ વિશેની વિગતો

આ સ્કીમમાં રોકાણ કરીને તમને ઘણા ફાયદા મળે છે. જો તમે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણ કરી રહ્યા છો. તો તમને ટેક્સ બેનિફિટ્સ પણ મળે છે. જેમાં તમને ઈન્કમ ટેક્સની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયાનો ટેક્સ બેનિફિટ મળે છે.

તમે ગમે તેટલા પૈસા જમા કરવી શકો છો

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમની સૌથી મહત્વની વાત એ છે કે, તમે તેમાં 1,000 રૂપિયાથી પણ રોકાણ શરૂ કરી શકો છો. આ સાથે મહત્તમ રોકાણની રકમ નક્કી કરવામાં આવી નથી, જેથી તમે ગમે તેટલા પૈસા જમા કરવી શકો છો.

કોઈપણ પ્રકારના બજારના જોખમથી દૂર

આ સ્કીમમાં રોકાણ કરીને, તમે FD ની સરખામણીમાં વધુ ભંડોળ એકઠા કરી શકો છો. આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકાણ કરીને, તમે કોઈપણ પ્રકારના બજારના જોખમથી દૂર રહો છો.

આ યોજનાની પાકતી મુદ્દત 5 વર્ષ છે

આ સ્કીમમાં તમે 100, 500, 1000 અથવા 5000 રૂપિયાના પ્રમાણપત્રો ખરીદી શકો છો. આ યોજનાની પાકતી મુદ્દત 5 વર્ષ છે. તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને, આ યોજનામાં તમારું ખાતું ખોલાવી શકો છો.

English summary
Post Office Scheme : Invest in this tax saving scheme of Post Office, will give a big return
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X