For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાનગી કંપનીઓ સરકારી તેલ કંપનીઓને તેલ વેચવાનું બંધ કરી શકે

|
Google Oneindia Gujarati News

indian-oil
નવી દિલ્હી, 18 માર્ચ : સરકાર જો પેટ્રોલ અને ડીઝલોની કિંમત નક્કી કરવાનું મોડલ બદલશે તો એસ્સાર ઓઇલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી ખાનગી ક્ષેત્રનીઓઇલ કંપનીઓ કદાચ જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓને ઓઇલનું વેચાણ બંધ કરશે.

નાણાં મંત્રાલય ઇચ્છે છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો તેમને માર્કેટમાંથી પ્રાપ્ત થતા મૂલ્યની બરાબર હોય. વર્તમાનમાં તેલનો છૂટક વેપાર કરનારી કંપનીઓ માટે તેલનો છૂટક ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રચલિચ વેચાણ કિંમત, તેના પર ભાડું અને 2.5 ટકા આયાત વેરો ઉમેરીને નક્કી કરવામાં આવે છે.

સરકારી વિતરણ કંપનીઓને નિયંત્રિત મૂલ્ય પર વેચાણથી થતી આવકના નુકસાનની ગણતરી આ આયાત મૂલ્યની સમાનતાવાળા મોડલ અંતર્ગત કરવામાં આવે છે. નાણા મંત્રાલય નિકાસમૂલ્ય સમાનતાનું મોડલ અપનાવવામાં આવે એમ ઇચ્છે છે. જેમાં આયાતવેરો અને ભાડાનો હિસ્સો સામેલ નહીં હોય. આ કારણે ઇંધણ સબસિડીનો બોજ ઓછો થશે. આ પ્રસંતાવિત મોડેલથી ખાનગી કંપનીઓની આવક પ્રતિ બેરલ 3થી 4 ડૉલર જેટલા ઘટી જઇ શકે છે.

આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કેખાનગી ક્ષેત્રની રિપાઇનરી કંપનીઓનું માનવું છે કે જો તેમને નિર્યાત મૂલ્ય સમાનતા આધારિત મોડેલ પર તેલ વેચવું પડશે તો તે ઘરેલુ બજારમાં તેલ વેચવાની જગ્યાએ નિર્યાતોન્મુખ એકમ (ઇઓયુ) અથવા વિશેષ નિકાસ ક્ષેત્ર (સેઝ)ની સ્થાપના કરીને વિદેશમાં તેલ વેચશે. આમ કરવાથી તેમને સાત વર્ષ સુધી આવકવેરામાંથી છૂટ મળવાની સાથેશુલ્ક મુક્ત આયાત જેવી છૂટનો લાભ પણ મળશે. આ સિવાય તેમણે ઉત્પાદન મૂલ્ય પણ ચૂકવવું પડશે નહીં.

રિફાનરી કંપનીઓએ સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ નિકાસ આધારિત મૂલ્યના હિસાબથી વાહન તથા કુકિંગ ગેસ વેચશે નહીં. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ તથા ભારત પેટ્રોલિયમ પોતાના પંપોમાંથી ડીઝલ વેચે છે જેમાંથી 20 ટકા જથ્થો એસ્સાર અને રિલાયન્સ પૂરો પાડે છે.

બંને કંપનીઓ ગુજરાત રિફાઇનરીઓમાંથી પુરવઠો નહીં મળવાની સ્થિતિમાં જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓની પાસે ઘરેલુ માંગ પૂરી કરવા માટે માત્ર આયાતનો વિકલ્પ બાકી રહે છે. ઇંદણની આયાત કરવી એ નુકસાનકારક છે.

English summary
Privete oil companies may not sell fuel to government oil companies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X