રાહુલ ગાંધીનુ PM પર નિશાન, તમારુ બજેટ માત્ર અમીરો માટે, બાકીથી મતલબ નથી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ બજેટ દેશના અમુક બહુ અમીર લોકો માટે છે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ બજેટ દેશના અમુક બહુ અમીર લોકો માટે છે. આમાં ગરીબ અને આમ આદમી ક્યાંય નથી. નરેન્દ્ર મોદીએ આગામી સામાન્ય બજેટ પહેલા ગુરુવારે અર્થશાસ્ત્રીઓ અને દેશના મોટા વેપારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક માટે રાહુલ ગાંધીએ મોદી પર આ નિશાન સાધ્યુ છે.

rahul gandhi

રાહુલ ગાંધીએ શુક્રવારે આ અંગે ટ્વિટ કર્યુ, મોદીનુ 'સૌથી વ્યાપક' બજેટ માત્ર ઘોર પૂંજીવાદી દોસ્ત અને અમીરો માટે રિઝર્વ છે. તેમને ખેડૂતો, યુવાનો, છાત્રો, મહિલાઓ, સરકારી અને પીએસયુ કર્મચારીઓ, નાના વેપારીઓ અને મધ્યમ વર્ગના હિતોમાં કોઈ રસ નથી. રાહુલે ટ્વિટ સૂટબૂટ બજેટ હેશટેગ સાથે કર્યુ છે.

1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી સંસદમાં બજેટ રજૂ કરશે. આ વર્ષનુ બજેટ રજૂ કરતા પહેલા પીએમ નરેન્દ્ર મોદી દેશના મોટા ઉદ્યોગપતિઓ સાથે ગુરુવારે બેઠક કરી હતી. બેઠક બાદ વિશેષજ્ઞોના સૂચનોની પ્રશંસા કરીને પ્રધાનમંત્રીએ કહ્યુ કે તે નીતિ નિર્માતાઓ અને વિવિધ હિતધારતો વચ્ચે તાલમેલ વધારવાનો પ્રયત્ન કરશે. પીએમની અઢી કલાક ચાલેલી આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ હાજર નહોતા. આ અંગે પણ વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે આના પર કટાક્ષ કરતા કહ્યુ કે આવતી વખતે બજેટ પહેલા યોજાનાર બેઠકમાં નિર્મલા સીતારમણે પણ બોલાવવામાં આવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X