
બાબા રામદેવની પતંજલિએ રુચિ સોયા માટે ઓફર વધારી
બાબા રામદેવની પતંજલિ આયુર્વેદે દેવાના બોજ નીચે દબાયેલી રુચિ સોયા કંપની માટે તેની બોલી લગભગ 200 કરોડ રૂપિયા વધારીને 4,350 કરોડ રૂપિયા કરી દીધી છે. જી હા રામદેવની પતંજલિ આયુર્વેદે બેન્કરપ્સીની પ્રક્રિયા માંથી પસાર રહેલી રૂચી સોયા માટે તેમની બોલી લગભગ 200 કરોડ રૂપિયા વધારી 4,350 કરોડ રૂપિયા કરી છે. લેંડર્સ આ રિવાઇસ ઓફર પર જલ્દી જ વિચાર કરી શકે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં સૌથી વધુ બોલી કરનાર તરીકે ઉભરી અદાણી વિલ્મર પતંજલિ સાથે લાંબા વિવાદ પછી તેમની ઓફર પાછી લઇ લીધી હતી. અદાણી વિલ્મરે ઈનસૉલવેંસી પ્રોસેસમાં વિલંબનો હવાલો આપતા પોતાના હાથ ખેંચી લીધા હતા.
આ પણ વાંચો: કેવી રીતે શરૂ કરશો પતંજલિ પરિધાનનો બિઝનેસ, અરજીની શું છે પ્રક્રિયા?

સૌથી મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી રુચિ સોયા
એ વાતની જાણકારી આપી દઈએ કે પતંજલિના પ્રવક્તા એસ. કે. તિજારાવાલાનું કહેવું છે કે અમે અમારી અગાઉની બોલીને રિવાઇસ કરી 4,350 કરોડ રૂપિયા કરી દીધી છે, જે અગાઉ 4,160 કરોડ રૂપિયા હતી. સોયાબીનનું સૌથી મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા રુચિ સોયાને અમે બેલઆઉટ આપવા તૈયાર છીએ. આ નેશનલ એસેટ છે.

કમિટી ઓફ ક્રેડિટર્સ આગામી સપ્તાહમાં વિચાર કરશે
જણાવી દઈએ કે આ નિર્ણય ખેડૂતો અને ગ્રાહકો સહિતના તમામ સ્ટેક હોલ્ડર્સના હિતોને જોઈને કરવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કમિટી ઓફ ક્રેડિટર્સ (સીઓસી) આગામી સપ્તાહમાં પતંજલિની રિવાઇસ ઓફર પર વિચાર કરી શકે છે.
ઇન્ડોર-આધારિત રૂચી સોયા ઇન્ડસ્ટ્રીઝ ડિસેમ્બર 2017 માં કોર્પોરેટ ઈનસૉલવેંસી રિઝોલ્યુશન પ્રક્રિયામાં નાખવામાં આવી હતી. એનસીએલટીને ક્રેડિટર્સ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક અને ડીબીએસ બેન્કની અરજી પર શૈલેન્દ્ર અજમેરાને રિઝોલ્યુશન પ્રોફેશનલ (આરપી) નિમણૂંક કરવામાં આવ્યા હતા.

કુલ 12,000 કરોડ રૂપિયાનું દેવું
રુચિ સોયા પર કુલ 12,000 કરોડ રૂપિયાનું દેવું છે. દેવામાં ડૂબેલી કંપનીમાં ઘણા ઉત્પાદન પ્લાન્ટ છે અને તેની મુખ્ય બ્રાન્ડ્સમાં ન્યુટ્રિલા, મહાકોષ, સનરિચ, રુચિ સ્ટાર અને રુચિ ગોલ્ડનો સમાવેશ થાય છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં અદાણી વિલ્મરે ઠરાવ પ્રક્રિયામાં વિલંબ અંગે આરપીને લખ્યું હતું અને આ કારણે એસેટને નુકસાન થવાની વાત કહી હતી.
અદાણી વિલ્મર કહે છે કે પતંજલિની નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી), મુંબઇમાં જવાથી પ્રક્રિયામાં વિલંબ થયો છે. પતંજલિએ એનસીએલટીમાં લેંડર્સના નિર્ણયને પડકાર્યો હતો.