RBI Monetary Policy : રેપો રેટ અંગે RBIએ કરી જાહેરાત, જાણો EMI પર શું થશે અસર?

RBI Monetary Policy : ભારતીય જનતા પાર્ટી (RBI)ની મોનેટરી પોલિસી કમિટીએ આજે પોતાના નીતિગત નિર્ણયની જાહેરાત કરી છે. ચાલુ નાણાકીય વર્ષમાં એમપીસીની બીજી બેઠકમાં ફરી એકવાર રેપો રેટ અંગે જાહેરાત કરી છે. આરબીઆઇ લોકોને મોટી રાહત આપી છે. આરબીઆઇએ રેપો રેટ સ્થિર રાખ્યો છે.

RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે, રેપો રેટ 6.50 ટકા પર યથાવત છે. ઉલ્લેખનીય છે કે, RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક દર બે મહિનામાં એકવાર યોજાય છે. એપ્રિલમાં યોજાયેલી છેલ્લી બેઠક બાદ RBI દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

RBI

RBI ગવર્નરે જણાવ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થામાં ચાલી રહેલી રિકવરી જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, તેમણે સંકેત આપ્યો હતો કે, જો જરૂર જણાય તો રેપો રેટ વધુ વધારી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષમાં RBIએ રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો છે. RBI દ્વારા રેપો રેટમાં વધારો તમારી લોનના EMIને અસર કરે છે. બેંકના વ્યાજ દરો પ્રભાવિત થાય છે અને આ તમારી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન EMIને અસર કરે છે.

રેપો રેટ શું છે? - RBI રેપો રેટ એ દર છે કે, જેના પર ભારતીય રિઝર્વ બેંક કોમર્શિયલ બેંકને ધિરાણ આપે છે. જ્યારે આરબીઆઈનો રેપો રેટ વધે છે, ત્યારે બેંકોને આરબીઆઈ પાસેથી મોંઘી લોન મળે છે. જો બેંકને મોંઘી લોન મળે છે, તો બેંક તેના ગ્રાહકોને મોંઘી લોન પણ વહેંચશે. એટલે કે રેપો રેટ વધારવાનો બોજ બેંક મારફત ગ્રાહકો સુધી પહોંચે છે.

બેંકનો વ્યાજ દર વધે છે અને તમે જે પણ લોન લીધી છે. જેમ કે, હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન તેના વ્યાજ દરો વધે છે. તમે વિચારતા જ હશો કે, જ્યારે લોકોને અસર થાય છે, તો RBI રેપો રેટ શા માટે વધારશે?

ફુગાવાને નિયંત્રિત કરવા માટે, RBEI બજારમાં પ્રવાહિતા ઘટાડવા માટે રેપો રેટમાં વધારો કરે છે. રેપો રેટમાં વધારો અર્થતંત્રમાં નાણાનો પ્રવાહ ઘટાડે છે. નાણાનો પ્રવાહ ઘટતાની સાથે જ માંગ ઘટવા લાગે છે અને ફુગાવો ઘટવા લાગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X