For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ બેંકમાંથી 6 મહિનામાં માત્ર 1 હજાર રૂપિયા જ ઉપાડી શકશે ખાતાધારક, RBIનો આદેશ

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ મુંબઈ સ્થિત પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બેંક (પીએમસી બેંક)ના ખાતાધારકો માટે મોટો આદેશ જારી કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ મુંબઈ સ્થિત પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બેંક (પીએમસી બેંક)ના ખાતાધારકો માટે મોટો આદેશ જારી કર્યો છે. જે મુજબ પીએમસીના ગ્રાહક હવે છ મહિનામાં માત્ર એક હજાર રૂપિયા જ પોતાના ખાતામાંથી કાઢી શકે છે. એટલુ જ નહિ પીએમસી બેંકે બેંકિંગ સંબંધિત લેવડ-દેવડ કરતા પહેલા આરબીઆઈ પાસેથી લેખિતમાં મંજૂરી લેવી પડશે. આરબીઆઈના નિર્દેશ બાદ બેંક તરફથી મેસેજ ખાતાધારકોને મોકલવામાં આવ્યો છે. એમાં જણાવવામાં આવ્યુ છે કે આરબીઆઈના દિશા-નિર્દેશ મુજબ પીએમસી બેંકના સેવિંગ્ઝ અકાઉન્ટ, ચાલુ ખાતા કે પછી કોઈ પણ અન્ય જમા ખાતામાંથી આગામી 6 મહિનામાં 1000 રૂપિયા કાઢવાની અનુમતિ હશે.

આરબીઆઈનો મોટો આદેશ

આરબીઆઈનો મોટો આદેશ

માહિતી મુજબ આરબીઆઈએ પોતાના આદેશમાં પીએમસી બેંક પર નવી લોન જારી કરવા અને બિઝનેસ સંપૂર્ણપણ રોક લગાવી દીધી છે. એટલુ જ નહિ આરબીઆઈએ બેંકમાં બધા પ્રકારની લેવડ-દેવડ પર નજર રાખવા માટે દિશા-નિર્દેશ જારી કર્યા છે. આની અસર ખાતાધારકો પર પણ સીધુ પડવાની છે. આ જ કારણ છે કે જેવા આરબીઆઈના નિર્દેશ વિશે બેંક તરફથી સંબંધિત મેસેજ ખાતાધારકો પાસે પહોંચ્યો તો મુંબઈમાં બેંકની બ્રાન્ચ સામે જોરદાર હોબાળો શરૂ થઈ ગયો. 6 મહિનામાં માત્ર 1000 રૂપિયા કાઢવાના નિર્ણયથી લોકો પરેશાન જોવા મળ્યા.

અનિયમિતતા વર્તવાના આરોપમાં આરબીઆઈએ કરી કાર્યવાહી

અનિયમિતતા વર્તવાના આરોપમાં આરબીઆઈએ કરી કાર્યવાહી

સમાચારો મુજબ અનિયમિતતા વર્તવાના આરોપમાં ભારતીય રિઝર્વ બેંકે મુંબઈ સ્થિત પંજાબ એન્ડ મહારાષ્ટ્ર સહકારી બેંક પર લેવડ-દેવડ માટે છ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે. સાથે જ બેંક પોતાની મરજીથી ક્યાંય રોકાણ પણ નથી કરી શકતા. જો કે કર્મચારીઓ સેલેરી આપવા જેવી ખૂબ જરૂરી વસ્તુઓમાં છૂટ આપવામાં આવી છે. આ સાથે આરબીઆઈએ સ્પષ્ટ કહ્યુ છે કે પીએમસી બેંકનુ લાયસન્સ રદ નહિ થાય. આ સાથે પીએમસી બેંક આરબીઆઈને આગામી સૂચના કે નિર્દેશો સુધી પ્રતિબંધ સાથે બેંકિંગ બિઝનેસ ચાલુ રાખી શકે છે.

આ પણ વાંચોઃ સોશિયલ મીડિયાનો દૂરુપયોગ ખતરનાક, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને જારી કરી નોટિસઆ પણ વાંચોઃ સોશિયલ મીડિયાનો દૂરુપયોગ ખતરનાક, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને જારી કરી નોટિસ

પીએમસી બેંકનુ લાયસન્સ રદ નહિ થાય

પીએમસી બેંકનુ લાયસન્સ રદ નહિ થાય

જો કે ભારતીય રિઝર્વ બેંક પરિસ્થતિઓના આધાર પર બેંક વિશે લેવાયેલ નિર્ણયમાં સંશોધનો પર વિચાર કરી શકે છે. આરબીઆઈએ કહ્યુ કે 23 સપ્ટેમ્બરે બેંકનો વેપાર બંધ થવાથી છ મહિના સુધી પ્રતિબંધ રહેશે. આરબીઆઈ તરફથી જારી કરેલ નવા નિર્ણયોની એક નકલ પીએમસી બેંક તરફથી પ્રત્યેક ખાતાધારકને મોકલવામાં આવી છે સાથે બેંકની વેબસાઈટ પર પણ શેર કરવામાં આવી છે.

1000 રૂપિયા કાઢવાના નિર્ણયથી ગ્રાહકો પરેશાન

1000 રૂપિયા કાઢવાના નિર્ણયથી ગ્રાહકો પરેશાન

પીએમસી બેંક, મલ્ટી-સ્ટેટ શિડ્યુલ્ડ અર્બન કો-ઓપરેટીવ બેંક છે કે જે મહારાષ્ટ્ર, દિલ્લી, કર્ણાટક, ગોવા, ગુજરાત, આંધ્રપ્રદેશ અને મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોમાં સંચાલિત છે. 1984માં સ્થાપિત પીએમસી બેંકની વર્તમાન છ રાજ્યોમાં નેટવર્ક છે જ્યાં 137 શાખાઓ સંચાલિત છે. આ દેશની મોટી 10 સહકારી બેંકોમાં શુમાર છે.

English summary
RBI Placed restrictions on PMC bank, customers can withdraw only Rs 1000 in six months
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X