રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયાએ 50 રૂપિયાની નવી નોટો જાહેર કરવાની જાહેરાત કરી છે. આરબીઆઇએ શુક્રવારે આ વાતની ધોષણા કરી હતી. સાથે જ 50 રૂપિયાની નવી નોટોનો ફસ્ટ લૂક પણ જાહેર કરવામાં આવ્યો છે. આરબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલા આ 50 રૂપિયાનો દેખાવ એકદમ અલગ છે. નવા નોટોની જાહેરાત થતા જ સોશ્યલ મીડિયામાં 50 રૂપિયાની આ નોટોની તસ્વીર વાયરલ થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે જ્યાં ભારતીય રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયાએ 50 રૂપિયાની નવી નોટ નીકાળી છે ત્યાં જ તેણે એ પણ સ્પષ્ટતા કરી છે કે 50 રૂપિયાની જૂની નોટો પણ ચલણમાં ચાલુ રહેશે. ત્યારે 50 રૂપિયાની આ નવી નોટ વિષે જાણવા જેવી કેટલીક ખાસ વાતો જાણો અહીં...
- આરબીઆઇની આ 50 રૂપિયાની નવી નોટનો દેખાવ જૂની 50 રૂપિયાની નોટ કરતા બિલકુલ અલગ છે. 50 રૂપિયાની આ નવી નોટ હળવા પીરોજી રંગની છે.
- 50 રૂપિયાની નવી નોટમાં એક તરફ મહાત્મા ગાંધીની છબી છે. અને નીચે આરબીઆઇના ગર્વનર ઉર્જિત પટેલના હસ્તાક્ષર.
- નવી નોટનો પાછળના ભાગમાં હિમ્પીના રથની તસવીર જોવા મળી રહી છે. જે દેશની સાંસ્કૃતિક વિરાસત બતાવે છે.
- નવી નોટની પ્રિટિંગ અને ડિઝાઇન 500 અને 2000 રૂપિયાની નોટ જેવી જ છે.
- આરબીઆઇ સ્પષ્ટ કર્યું છે કે 50ની જૂની નોટો ચલણમાં ચાલુ રહેશે.