• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નવી 20 રૂપિયાની નોટ કંઈક હવે આવી હશે

|

રિઝર્વ બેન્ક (આરબીઆઈ) એ નવા રંગમાં નવી 20 રૂપિયાની નવી નોટ રજૂ કરશે. આરબીઆઈએ આ સંદર્ભમાં એક જાહેરનામું જારી કર્યું છે. 20 રૂપિયાની નવી નોટ જારી કરવાની માહિતી ઉપરાંત, તેના વિશે વિગતવાર સમજાવામાં આવ્યું છે. આરબીઆઈએ તેમાં નવી નોટના નવા રંગ સહિત તમામ ફીચર્સને બદલ્યા છે. 20 રૂપિયાની આ નવી નોટમાં, આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે.

આ હશે 20 રૂપિયાની નવી નોટના ફીચર્સ

રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલા 20 રૂપિયાની આ નવી નોટના આગળના ભાગમાં વચ્ચે મહાત્મા ગાંધીનું ચિત્ર છે. સાથે નોટની કિંમત હિન્દી અને અંગ્રેજી અંકોમાં પણ લખેલી હશે. આ સિવાય RBI, ભારત, India 20 માઇક્રો લેટર્સ તરીકે લખેલું હશે. સુરક્ષા પટ્ટી પર ભારત અને RBI લખેલું હશે. નોટના આગળના ભાગ પર, ગૅરંટી ક્લોઝ, ગવર્નરના હસ્તાક્ષર, આરબીઆઈનું પ્રતીક મહાત્મા ગાંધીની તસ્વીર જમણી તરફ હશે. અશોક સ્તંભ નોટની જમણી તરફ હશે. નોટનો નંબર ડાબીથી જમણી તરફ વધતા આકારમાં છપાયેલો હશે.

આવી હશે 20 રૂપિયાની નવી નોટનો પાછળનો ભાગ

નોટના પાછળના ભાગની ડાબી તરફ વર્ષ, સ્વચ્છ ભારતનું લોગો સૂત્ર અને ભાષાની પટ્ટી હશે. નોટની પાછળના ભાગમાં ઈલોરાની ગુફાઓનું ચિત્ર ભારતના સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરશે. નોટ 63 મીમી પહોળી અને 129 મીમી લાંબી હશે.

જોવા મળશે સાંસ્કૃતિક વારસાની ઝલક

આરબીઆઈની સૂચના પ્રમાણે, નવી 20 રૂપિયાની નોટોના પાછળના ભાગમાં, દેશના સાંસ્કૃતિક વારસાને દર્શાવતી ઈલોરાની ગુફાઓને દર્શાવવામાં આવી છે. મહાત્મા ગાંધીની નવી સિરીઝની આ નોટનો રંગ લીલા સાથે પીળો હશે. આરબીઆઇએ એમ પણ કહ્યું છે કે નવી નોટો જારી થયા પછી પણ જૂની નોટો ચલણમાં રહેશે.

Post Office ગેરંટી સાથે આ સ્કીમ કરોડપતિ બનાવશે, જાણો ડિટેઈલ

English summary
RBI to issue new note of Rs 20 Know the security feature of the new note of Rs 20
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X