For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Reliance AGM: JioGigaFiber બ્રોડબેન્ડ સર્વિસ લોન્ચ

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની 42 મી વાર્ષિક જનરલ મિટિંગ શરૂ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની 42 મી વાર્ષિક જનરલ મિટિંગ શરૂ થઈ ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ સભાને સંબોધન કરતાં કહ્યું કે જિયોના 34 કરોડથી વધુ ગ્રાહકો છે. તેમણે કહ્યું કે, રિલાયન્સે ભૂતકાળમાં ભારતની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. નાણાકીય વર્ષ 2019 દરમિયાન રિલાયન્સ સૌથી વધુ નફાકારક કંપની રહી છે.

mukesh ambani

મુકેશ અંબાણીએ કહ્યું કે પીએમ મોદીએ વર્ષ 2020 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, મને લાગે છે કે ભારત આ લક્ષ્ય સુધી સરળતાથી પહોંચી શકે છે. અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી મોટી કર ચૂકવનાર કંપની બની છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા નાણાકીય વર્ષમાં કંપનીએ 67320 કરોડ રૂપિયાનો જીએસટી ચૂકવ્યો હતો, જ્યારે આવકવેરા તરીકે 12191 કરોડ ચૂકવ્યા છે

JioGigaFiber બ્રોડબેન્ડ સેવા શરૂ થઈ

મુકેશ અંબાણીએ કહ્યું કે સાઉદી અરામકો રિલાયન્સમાં 75 બિલિયન ડોલરનું રોકાણ કરશે. અરામકો ઓઇલ અને કેમિકલ બિઝનેસમાં રોકાણ કરશે. એજીએમ પર JioGigaFiber બ્રોડબેન્ડ સેવા શરૂ થઈ. જિયોએ 1 જીબીપીએસ સ્પીડ પહોંચાડવાનું વચન આપ્યું છે. કંપનીએ કહ્યું કે તેની ટ્રાયલ દેશમાં ઘણી જગ્યાએ ચાલી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના ગ્રાહકોને એક મોટી ભેટ આપી છે. હવે તમે ઘરે સેટ ટોપ બોક્સની મદદથી વીડિયો કોલ કરી શકો છો, આ માટે તમારું સેટ ટોપ બોક્સ ગીગા ફાઇબર નેટવર્કથી કનેક્ટ થશે.

આ સિવાય, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એમઆર હેડસેટ રજૂ કર્યું, જે ખરીદી માટે એક અલગ ઔગ્મેન્ટેડ રિયાલિટી ડિવાઇસ છે, જેને જિયો હોલબોર્ડ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આની મદદથી, તમે કોઈ પણ ગારમેન્ટ 360 ડિગ્રી પર જોઈ શકો છો, જેના દ્વારા તમારી ખરીદી સરળ થઈ શકે છે.

English summary
Reliance AGM Live: JioGigaFiber Broadband Service Launches
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X