31 માર્ચ પછી મફત નહીં મળે જિયોની સેવા - મુકેશ અંબાણી

Written By:
Subscribe to Oneindia News

રિલાયન્સ જિયો ને લોકો તરફથી સારી પ્રતિક્રિયા મળી છે. આ માટે મુકેશ અંબાણી એ દેશવાસીઓનો આભાર માન્યો છે. તેમણે જણાવ્યું કે, લોન્ચ થયાના માત્ર 170 દિવસની અંદર રિલાયન્સ જિયોએ 10 કરોડ ગ્રાહકોની સંખ્યા પાર કરી દીધી હતી.

હવે મફત નહીં મળે જિયો સેવા

હવે મફત નહીં મળે જિયો સેવા

મુકેશ અંબાણીએ સ્પષ્ટ કર્યું હતું કે, 31 માર્ચ, 2017 બાદ રિલાયન્સ જિયો મફત નહીં રહે. જો તમે 31 માર્ચ 2017 બાદ પણ રિલાયન્સ જિયોનો ઉપયોગ કરવા માંગતા હોવ તો આ માટે તમારે ચૂકવણી કરવાની રહેશે. તેમણે જણાવ્યું હતું કે, રિલાયન્સ જિયો તરફથી 1 એપ્રિલથી નવો ટેરિફ પ્લાન શરૂ કરવામાં આવશે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે, જિયો દ્વારા અન્ય ઓપરેટર્સના સૌથી વધુ વેચાતા પ્લાન્સના 20 ટકા વધુ ડેટા ઓફર કરવામાં આવશે.

આખા વર્ષ માટે મફત કોલિંગ અને ડેટાની સર્વિસ

આખા વર્ષ માટે મફત કોલિંગ અને ડેટાની સર્વિસ

મુકેશ અંબાણીએ 31 માર્ચ, 2017 પછી જિયો સર્વિસ ફ્રી નહીં હોવાની વાત જાહેર કરતાની સાથે જ રિલાયન્સ જિયો દ્વારા હાલના ગ્રાહકો માટે 'જિયો પ્રાઇમ' નામના પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. જિયો પ્રાઇમ હેઠળ માત્ર 99 રૂપિયા આપીને 1 વર્ષનું સબસ્ક્રિપ્શન મેળવી શકાશે. 1 માર્ચ, 2017થી 31 માર્ચ 2017 સુધીમાં તમે આ પ્રોગ્રામ સાથે જોડાઇ શકો છો. જિયો પ્રાઇમ મેમ્બરને જિયોની 'હેપી ન્યૂ યર ઓફર'ના તમામ ફાયદાઓ 31 માર્ચ, 2018 સુધી મળશે, પરંતુ આ માટે જિયો પ્રાઇમના મેમ્બર્સે દર મહિને માત્ર 303 રૂપિયા આપવાના રહેશે, એટલે કે રોજના 10 રૂપિયા આપીને તમે માર્ચ 2018 સુધી મફત કોલિંગ અને દૈનિક 1 જીબી ઇન્ટરનેટ ડેટાની સેવા મેળવી શકશો.

દર મિનિટે 2 કરોડ કોલ્સ

દર મિનિટે 2 કરોડ કોલ્સ

પોતાની વાત આગળ વધારતા મુકેશ અંબાણીએ કહ્યું કે, આજે ભારત વિશ્વમાં મોબાઇલ ડેટાનો ઉપયોગ કરવામાં પહેલા નંબરે છે. જિયો દ્વારા દર મિનિટે 2 કરોડ કોલ્સ થયા છે. રોજીંદા 100 કરોડ ગીગાબાઇટ ઇન્ટરનેટનો ઉપયોગ થયો છે, એટલે કે રોજ 3.3 કરોડ જીબી ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ થયો છે. જિયો ગ્રાહકોની સંખ્યા 10 કરોડ પાર થઇ ગઇ છે. આવનાર સમયમાં ડેટાની સ્પીડ બમણી કરવામાં આવશે.

દરેક સેકન્ડે 7 નવા ગ્રાહક જોડાયા

દરેક સેકન્ડે 7 નવા ગ્રાહક જોડાયા

તેમણે કહ્યું કે, જિયો નેટવર્ક પર રોજના 5.5 કોરડ કલાક વીડિયો જોવામાં આવ્યા છે. વર્ષ 2017ના અંત સુધીમાં 99 ટકા આબાદી સુધી રિલાયન્સ જિયો પહોંચ્યું છે. કોઇ પણ જાતના હિડન ચાર્જ, બ્લેક આઉટ ડે કે કોલિંગ ચાર્જ લગાડવામાં નહીં આવે. દરેક સેકન્ડે 7 ગ્રાહક રિલાયન્સ જિયો સાથે જોડાય છે. તેમણે કહ્યું કે, તમે અમારી પર વિશ્વાસ કર્યો, હું તમારો ખૂબ ખૂબ આભારી છું. જો કોઇ પણ જિયો સાથે જોડાયેલાં છે, તેમને આવનારા દિવસોમાં વધુમાં વધુ ફાયદો મળે, એ જ અમારો પ્રયત્ન છે.

English summary
Reliance digital announces Jio prime plan offers by Mukesh Ambani.
Please Wait while comments are loading...