For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગેસ ક્ષેત્રમાં 318 કરોડનું રોકાણ કરશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 ઓગસ્ટ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કૃષ્ણા ગોદાવરી બેસિનના કિનારા પર આવેલા કેજી ડી6 ગેસ ફિલ્ડની આર શૃંખલા ગેસ ફિલ્ડમાં રૂપિયા 318 અબજનું રોકણ કરવાની યોજના બનાવી છે. કંપની આ વિસ્તારના ઉત્પાદનમાં આવેલા ઘટાડાને નવા ક્ષેત્રોમાંથી ઝડપથી ઉત્પાદન શરૂ કરીને પૂરો કરવા માંગે છે.

આ બાબત સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેની બ્રિટેનની ભાગીદાર બીપી પીએલસી અને નિકો રિસોર્સીસને ત્યાં શોધવામાં આવેલા ડી34 સ્થળથી 13 વર્ષ સુધી દૈનિક 1.30 કરોડથી દોઢ કરોડ ઘનમીટર ગેસ મળવાની આશા છે. ડી 34નું આ સંભવિત ઉત્પાદન કેજી-ડી6ના ધીરુભાઇ એક અને ત્રણ તથા એમએ ક્ષેત્રમાંથી વર્તમાન સમયમાં મળી રહેલા સંયુક્ત ઉત્પાદન જેટલું છે. ત્યાં કુલ 2200 અબજ ઘનફૂટ ગેસ ભંડાર હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

kg-d6-basin

સૂત્રોના જણાવ્યા અનુસાર ડી 34 ક્ષેત્રની 3.18 અબજ ડોલરની ક્ષેત્ર વિકાસ યોજનાને મંજૂરી આપવા માટે વ્યવસ્થાપન સમિતીની બેઠક 13 ઓગસ્ટે યોજાવાની હતી. હાઇડ્રોકાર્બન મહાનિર્દેશકની અધ્યક્ષતાવાળી આ સમિતીની બેઠકમાં પેટ્રોલિયમ મંત્રાલયના પ્રતિનિધિના યાત્રા પર હોવાના કારણે બેઠક મુલતવી રાખવામાં આવી હતી. આ બેઠક હવે આવતા સપ્તાહે યોજાવાની શક્યતા છે.

English summary
Reliance Industries will invest 318 crore in Gas field
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X