રિલાયન્સ JIOની આ ધમાકેદાર ઓફર વિષે ખબર છે તમને?

Posted By:
Subscribe to Oneindia News

ફ્રી અને રિલાયન્સ જીઓ બન્ને એક બીજાના પૂરક બની ચૂક્યા છે. પહેલા જ્યાં જીયોને લોકોએ લોકોને 6 મહિનાથી વધુ સમય સુધી ફ્રી કોલિંગ અને ડેટા સુવિધા આપી ત્યાં જ હવે મામૂલી રિચાર્ઝ દ્વારા તેમણે આ સુવિધા અન્ય ત્રણ મહિના સુધી વધારી છે. આ સિવાય જીયોએ વધુ એક ધમાકો કર્યો છે. તેણે હવે રિલાયન્સ જીઓને પોતાની 303 રૂપિયાની ઓફરને 253 રૂપિયાવાળી ઓફર કરી લીધી છે. તમે પણ આ ઓફરનો લાભ ઉઠાવી શકો છો. તો જાણો સમગ્ર વિગત આ અંગે....

Read aslo : જીયોના તમામ ગ્રાહકો માટે ખુશખબરી, કારણ કે આ ખબર જ એવી છે

વધુ એક સરપ્રાઇઝ

વધુ એક સરપ્રાઇઝ

ટેલીકોમ બઝારમાં મોટું પગલું ભરતા જીયોએ તેના પ્રતિદ્ધંધી કંપનીઓ અને પોતાના યુઝર્સ એક પછી એેક નવી ઓફર આપી છે. જે મુજબ પ્રાઇમ મેમ્બરશીપથી જોડાયેલા યુર્ઝસને આવનારા ત્રણ મહિનામાં ફ્રી 4 જી ડેટા આપવામાં આવશે. જો કે જીયોની આ સમર સપ્રાઇઝ સ્કીમનો લાભ તે જ લોકોને મળશે જે જીયોના પ્રાઇમ મેમ્બરશીપ સાથે જોડાયેલા હોય. આ સિવાય પ્રાઇમ મેમ્બર્સને 303 રૂપિયાનું રિચાર્જ પણ ભરાવવું પડશે. તમે તે રિચાર્ઝ 253 રૂપિયા ભરીને પણ કરાવી શકો છો. ત્યારે તે માટે શું કરવું તે અંગે જાણો અહીં...

303 નહીં ખાલી 253 રૂપિયા

303 નહીં ખાલી 253 રૂપિયા

જો તમે 303 રૂપિયાની ઓફર મેળવવા ઇચ્છો છો તો તમારે 303 નહીં ખાલી 253 રૂપિયા જ આપવાના રહેશે. રિલાયન્સ જીયો તેના તમામ ગ્રાહકોને 50 રૂપિયાનો કેશબેક આપશે. જો કે તમને ત્યારે જ 50 રૂપિયા કેશબેક મળશે જ્યારે તમે આ ચૂકવણી જીયો મની એપથી કરશો. તે સિવાય નહીં. જો તમે જીયો પ્રાઇમની સદસ્યતા ના પણ લીધી હોય તો પણ તમને 50 રૂપિયા કેશબેક મળશે. એટલે કે જીયો પ્રાઇમ તમને ખાલી 49 રૂપિયામાં મળશે.

ફ્રી સુવિધાઓ

ફ્રી સુવિધાઓ

આ રિચાર્જ કરવાથી ગ્રાહકને હેપ્પી ન્યૂ યર ઓફરથી મળતી તમામ સુવિધાઓ ચાલુ રહેશે અનલિમિટેડ ફ્રી કોલિંગ, અનલિમિટેડ SMS, જીયો એપ્સ સબ્સક્રિપશન અને દરરોજની 1 જીબીનું 4 જી ઇન્ટરનેટ. અને આ તમામ વસ્તુઓ ત્રણ મહિના સુધી તમને મળતી રહેશે.

149 રૂપિયાનો રિચાર્જ

149 રૂપિયાનો રિચાર્જ

જો તમે 149 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હોય અને તમે આ રીતે જીયો સમર સરપ્રાઇઝ ઓફરનો ફાયદો મેળવી શકશો. તમારે જીયો મની દ્વારા પેમેન્ટ કરવાની રહેશે. અહીં તમને જણાવી દઉં કે આમ કરવાથી 149 રૂપિયા તમારા ખાતામાં સુરક્ષિત રહેશે. જેનો ઉપયોગ તમે જુલાઇ મહિનામાં ફરી રિચાર્જ કરવા માટે કરી શકશો.

English summary
Reliance Jio announced a complimentary offer for three months for those who paid Rs 303 prior to April 15.
Please Wait while comments are loading...