For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટૂંક સમયમાં જીયોનો નવો ફોન જ આવી રહ્યો છે, જાણો તેમાં શું છે ખાસ

રિલાયન્સ જિયોનો એક નવો ફોન ટૂંક સમયમાં આવી રહ્યો છે. જિયોના આ ફોનમાં મીડિયા ટેક ચિપસેટ હશે. જી હા, જિયોનો આ ફોન ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં આવશે.

|
Google Oneindia Gujarati News

રિલાયન્સ જિયોનો એક નવો ફોન ટૂંક સમયમાં આવી રહ્યો છે. જિયોના આ ફોનમાં મીડિયા ટેક ચિપસેટ હશે. જી હા, જિયોનો આ ફોન ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં આવશે. મળેલી માહિતી મુજબ, આ ફોન રિલાયન્સ રિટેલના 4G ફિચર ફોનની ઘટતી માંગ વચ્ચે આવી રહ્યો છે. આ વાતની માહિતી આપી છે કે આ પ્રોજેક્ટ (4G ફીચર ફોન) પર કામ ચાલી રહ્યું છે. એવી અપેક્ષા છે કે ઉપકરણો ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. ટેલિકોમ કંપનીઓના સહયોગથી કામગીરી ચાલી રહી છે. અને KaiOS સાથે પણ મળીને કામ કરી રહ્યા છે.

Reliance Jio

તમને જણાવી દઈએ કે મીડિયા ટેક, પહેલા Lyf બ્રાંડ હેઠળ સસ્તું એન્ડ્રોઇડ ગો ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત 4G VoLTE સ્માર્ટફોન લાવવા માટે રિલાયન્સ રિટેલ સાથે મળીને કામ કરી રહ્યું હતું. પરંતુ હવે સ્માર્ટફોનમાં 4G ફીચર ફોન માટે કામ કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, એગ્જીકયૂટીવએ કહ્યું કે સ્માર્ટ ફીચર ફોન્સ અહીં ખૂબ સુસંગત બની રહ્યા છે.

માર્કેટમાં જીયો ફોનની હિસ્સેદારી ઘટી

આ દરમિયાન, તેમણે એ પણ જણાવ્યું હતું કે અમે આફ્રિકા અને અન્ય ઉભરતા બજારોમાં આ જ દૃષ્ટિકોણ અપનાવી રહ્યા છીએ જ્યાં 4G ફીચર ફોન ખૂબ જ સુસંગત છે. હાલમાં,ભારતમાં જિયો ફોન માટે ક્વોલકોમ અને Unisoc ચિપસેટ્સ ઉપલબ્ધ કરાવે છે. એપ્રિલ-જૂન 2019 ક્વાર્ટરમાં, ભારતના ફિચર ફોન માર્કેટમાં જિયો ફોનની હિસ્સેદારી ઘટીને 28 ટકા થઈ ગઈ છે, જે એક વર્ષ અગાઉ સમાન ગાળામાં 47 ટકા હતી. આ વાત કાઉન્ટપોઇન્ટના તાજેતરના ડેટામાં કહેવામાં આવી છે. જીયો ફોનની માંગમાં ઘટાડો થવાને કારણે ભારતના ફિચર ફોન માર્કેટમાં વાર્ષિક આશરે 39 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કાઉન્ટરપોઇન્ટે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે માર્કેટમાં જિયો ફોન માટેની કેટલીક ઇન્વેન્ટરી પણ છે.

English summary
Reliance Jio new phone is coming soon, know its feature
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X