જીયો લાવી રહ્યું છે ધમાકેદાર ઓફર બધાને મળશે Wifiને GPS

Posted By:
Subscribe to Oneindia News

જીયો એક પછી એક ધમાકેદાર ઓફર તેના ગ્રાહકો માટે લાવી રહ્યો છે. જેથી કરીને તે માર્કેટમાં ધમાકો કરી શકે અને સાથે જ તેના ગ્રાહકોને સારી સેવા પણ આપી શકે. તેવી ખબર આવી રહી છે કે જીયો મોબાઇલ માર્કેટમાં ભૂકંપ લાવ્યા પછી એક નવા ધમાકાની તૈયારીમાં છે. રિલાયન્સ જીયો જલ્દી જ 4 જી સ્માર્ટફોન પણ લોન્ચ કરશે. આ ફોન ક્વાલકોમ અને સ્પ્રેડટ્રમ પ્રોસેસર પર કામ કરશે. રિલાયન્સ જીયોની તરફથી કુલ બે મોબાઇલ લોન્ચ કરવામાં આવશે. જેની કિંમત 2000 રૂપિયાથી પણ ઓછી હશે. રિલાયન્સ જીયોનું લક્ષ છે કે તે ભારતના લોઅર મિડલ ક્લાસના લોકો સુધી જીયોની સુવિધા પહોંચાડે.

jio

શું હશે કિંમત

ગેજેટ્સની વેબસાઇટ 91 મોબાઇલ ડોટ કોમ મુજબ ક્લાલકોમ પર કામ કરનારા ફોનની કિંમત 1734 રૂપિયા હશે. જ્યારે સ્પ્રેડટ્રમ પ્રોસેસર પર કામ કરતા ફોનની કિંમત 1800 રૂપિયા હશે. જો કે પહેલા તેવી પણ ખબર આવી ગઇ છે કે રિલાયન્સ જીયોનો નવો ફોન 1500 રૂપિયામાં લોન્ચ થશે.

jio

શું છે ખાસ આ મોબાઇલમાં

જીયોના આ નવા ફોનમાં 2.4 ઇંચની સ્ક્રીન છે. અને 512 એમબી રેમ હશે સાથે જ 4 જીબી ઇનટનલ મેમરી મળશે. આ સિવાય ફોનમાં માઇક્રો એસડી કાર્ડ સપોર્ટ, 2 મેગાપિક્સલનો રિયર કેમરા અને વીજીએ ફ્રંટ કેમરા હશે. આ ફોન વાઇફાઇ ઇનેબલ હશે અને તેમાં જીપીએસ પણ હશે.

English summary
reliance jio will launch 4g phone just for 1734 rupees.
Please Wait while comments are loading...