પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ શેર બજાર પર અસર કરશેઃ એક્સપર્ટ

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ શેર બજાર પર અસર કરશેઃ એક્સપર્ટ

મુંબઈઃ 11 ડિસેમ્બરે 5 રાજ્યોનાં ચૂંટણી પરિણામ આવનાર છે, જેની અસર ઈક્વિટી માર્કેટ પર જોવા મળી શકે છે. તજજ્ઞો મુજબ રાજકીય મુદ્દાઓ ઉપર જો વિકાસ જોવા મળશે તો તેઓ બજારમાં અસ્થિરતા પેદા કરી શકે છે. એક્ઝિટ પોલ આવ્યા બાદ બજારમાં ચાલબાજીને રોકવા માટે SEBI અને શેર બજાર પોતાની દેખરેખ વધારી શકે છે. 11 ડિસેમ્બરે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણાનું રિજલ્ટ આવનાર છે.

શેર બજારની નજર દેશની રાજનીતિ પર

શેર બજારની નજર દેશની રાજનીતિ પર

એક્સપર્ટ્સ મુજબ શેર બજારની નજર દેશની રાજનીતિ પર પણ છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારથી શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે, કેમ કે આ 5માંથી 3 રાજ્યોમાં ભાજપ સરકાર છે જ્યાં એણનો મુકાબલો સીધી જ રીતે કોંગ્રેસ સાથે છે. જણાવી દઈએ કે શુક્રવારે એક્ઝિટ પોલમાં જોવા મળ્યું હતું કે, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ તથા ભાજપનો આકરો મુકાબલો રહેશે જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનતી જોવા મળી રહી છે.

રોકાણકારોએ સતર્ક રહેવું જોઈએ

રોકાણકારોએ સતર્ક રહેવું જોઈએ

સીનિયર રિસર્ચ એનાલિસ્ટ રાહુલ શર્માનું કહેવું છે કે, આગામી અઠવાડિયે રાજ્યમાં થયેલ ચૂંટણી પરિણામ, ઘરેલૂ તથા આંતરરાષ્ટ્રીય આંકડાઓ અને ક્રૂડ ઓઈલની કિંમતોને સ્થિર થતી જોઈ રોકાણકારોએ સતર્ક રહેવું જોઈએ. મંગળવારે આગામી ચૂંટણી પરિણામ મહત્વપૂર્ણ હશે.

રોકાણકારોમાં અનિશ્ચિતતાની ભાવના

રોકાણકારોમાં અનિશ્ચિતતાની ભાવના

એપિક રિસર્ચના સીઈઓ મુસ્તફા નદીમે કહ્યું કે ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશના સંગઠનો ઓપેકની બેઠકના ફેસલા અને હુઆવેની ગ્લોબલ સીએફઓની ધરપકડથી રોકાણકારોમાં અનિશ્ચિતતાની ભાવના વધી ગઈ છે. આની સાથે જ રાજ્યોના ચૂંટણી પરિણામોને કારણે નજીકના સમયમાં બજારમાં અનિશ્ચિતતા જોવા મળી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X