For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌથી ધનિક 100 ભારતીયોની સંપત્તિ 250 અરબ ડોલર, મુકેશ અંબાણી સૌથી ધનિક

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 ઓક્ટોબર: દેશના 100 સૌથી સમૃદ્ધ ભારતીય નાગરિકોની કુલ સંપત્તિ વધીને આ વર્ષે 250 ડોલર થઇ ગઇ છે. ગત વર્ષ સુધી આ 221 અરબ ડોલર હતી. આ જાણકારી ગુરૂવારે અહી એક રિસર્ચ રિપોર્ટ દ્વારા મળી હતી.

બીજી તરફ હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ અનુસાર દેશના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ મુકેશ અંબાણી સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 18.9 અરબ ડોલર છે. બીજા સ્થાને લંડન નિવાસી આર્સેલર મિત્તલના પ્રમુખ એલએન મિત્તલ છે તેમની કુલ સંપત્તિ 15.0 ડોલર છે.

રિપોર્ટ અનુસાર દેશમાં 141 લોકો એવા છે, જેમની પાસે 30 કરોડ ડોલર અથવા તેનાથી વધુ સંપત્તિ છે. ગત વર્ષે એવા લોકોની સંખ્યા 101 હતી. દેશના સૌથી ધનિક 141 લોકોમાં 101ની સંપત્તિ પોતાન સ્તર પર યથાવત છે અથવા વધી છે અને 40 લોકોની સંપત્તિ ઘટી છે. આ યાદીમાં મહિલાઓની ટકાવારી ફક્ત ચાર ટકા છે.

હુરૂન રિપોર્ટ ઇન્ડિયાના પ્રકાશક અનાસ રહેમાન જુનૈદે કહ્યું હતું કે પાંચ ટકા સુસ્ત વિકાસ દર બાદ પણ 2012ના હુરૂન ઇન્ડિયા ધનિકોની યાદીમાં સામેલ લોકોની સંપત્તિ આ વર્ષે 10 કરોડ ડોલર વધી ગઇ છે. આનાથી જાણવા મળે છે કે ભારતીય કંપનીઓ પ્રતિકુળ સમયમાં પણ સારું કામ કરી શકે છે.

યાદીમાં એવા લોકોને સામેલ કરવામાં આવ્યા છે, જેમની પાસે ઓછામાં ઓછી 30 કરોડની સંપત્તિ છે. રિપોર્ટ અનુસાર 18 ઓક્ટોબર 2013 સુધી સંપત્તિ પર આધારિત છે, જ્યારે રૂપિયાનું મૂલ્ય પ્રતિ ડોલર 61.5 રૂપિયા હતું. યાદી અનુસાર દેશના નવ ટકા સૌથી ધનિક લોકો દુબઇમાં રહે છે.

વધુ માહિતી વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

40 લોકોની સંપત્તિ ઘટી

40 લોકોની સંપત્તિ ઘટી

હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ અનુસાર દેશમાં 141 લોકો એવા છે, જેમની પાસે 30 કરોડ ડોલર અથવા તેનાથી વધુ સંપત્તિ છે. ગત વર્ષે એવા લોકોની સંખ્યા 101 હતી. દેશના સૌથી ધનિક 141 લોકોમાં 101ની સંપત્તિ પોતાન સ્તર પર યથાવત છે અથવા વધી છે અને 40 લોકોની સંપત્તિ ઘટી છે.

મુકેશ અંબાણી સૌથી ધનિક વ્યક્તિ

મુકેશ અંબાણી સૌથી ધનિક વ્યક્તિ

હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ અનુસાર દેશના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ મુકેશ અંબાણી સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 18.9 અરબ ડોલર છે.

બીજા ક્રમે એલએન મિત્તલ

બીજા ક્રમે એલએન મિત્તલ

હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ અનુસાર બીજા સ્થાને લંડન નિવાસી આર્સેલર મિત્તલના પ્રમુખ એલએન મિત્તલ છે તેમની કુલ સંપત્તિ 15.0 ડોલર છે.

દિલીપ સંઘવીનો ટોપ થ્રીમાં સમાવેશ

દિલીપ સંઘવીનો ટોપ થ્રીમાં સમાવેશ

દેશની સૌથી મોટી ઔષધિ નિર્માતા કંપની સન ફાર્માસ્યૂટિકલ્સના સંસ્થાપક 58 વર્ષીય દિલીપ સંઘવી પ્રથમ વાર ટોપ થ્રીમાં સામેલ થયા છે. તેમને આ સ્થાન તેમની કુલ સંપત્તિમાં 66 ટકાના વધારે સાથે મળ્યું છે. કેન્સરની દવા ડૉક્સિલના વેચાણમાં સંભવિત વૃદ્ધિના કારણે તેમની કંપનીના શેરોમાં વધારો નોંધાયો છે. આ પહેલાં જાંસીન ફાર્મા ઇંકે પોતાની ઔષધિનું વેચાણ ઓછું થયાની વાત કરી હતી.

ચોથા ક્રમે અઝીમ પ્રેમજી

ચોથા ક્રમે અઝીમ પ્રેમજી

હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ અનુસાર અઝીમ પ્રેમજી ચોથા ક્રમે છે તેમની કુલ અંદાજીત સંપત્તિ 738 અબજ છે.

શિવ નાદર

શિવ નાદર

હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ અનુસાર શિવ નાદર પાંચમા ક્રમે છે તેમની કુલ અંદાજીત સંપત્તિ 528.9 અબજ છે.

મંગલમ બિરલા

મંગલમ બિરલા

હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ અનુસાર કુમાર મંગલમ બિરલા છઠ્ઠા ક્રમે છે તેમની કુલ અંદાજીત સંપત્તિ 516.6 અબજ છે.

અદી ગોદરેજ

અદી ગોદરેજ

હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ અનુસાર અદી ગોદરેજ સાતમા ક્રમે છે તેમની કુલ અંદાજીત સંપત્તિ 498.15 અબજ છે.

પનોલજી મિસ્ત્રી

પનોલજી મિસ્ત્રી

હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ અનુસાર પનોલજી મિસ્ત્રી આઠમા ક્રમે છે તેમની કુલ અંદાજીત સંપત્તિ 492 અબજ છે.

શશી અને રવિ રૂઇયા

શશી અને રવિ રૂઇયા

હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ અનુસાર શશી અને રવિ રૂઇયા નવમા ક્રમે છે તેમની કુલ અંદાજીત સંપત્તિ 467.4 અબજ છે.

સુનિલ મિત્તલ

સુનિલ મિત્તલ

હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ અનુસાર સુનિલ મિત્તલ દસમા ક્રમે છે તેમની કુલ અંદાજીત સંપત્તિ 448.95 અબજ છે.

અનિલ અંબાણી 11મા ક્રમે

અનિલ અંબાણી 11મા ક્રમે

રિલાયન્સ સમૂહના અધ્યક્ષ અનિલ અંબાણીને 7.1 અરબ ડોલરની સાથે યાદીમાં 11મું સ્થાન મળ્યું છે. ગત એક વર્ષમાં તેમની સંપત્તિ 34 ટકા વધી છે. જેનાથી તે બે ક્રમ નીચે ખસી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સના શેરોમાં આ દરમિયાન 135 ટકા ઉછાળો જોવા મળી રહ્યો છે.

શાહરુખ ખાન 114મા ક્રમે

શાહરુખ ખાન 114મા ક્રમે

હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ અનુસાર રેડ ચિલી એન્ટરટેનમેન્ટના સંસ્થાપક બૉલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાને 40 કરોડ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં 114મા સ્થાને પ્રવેશ કર્યો છે.

દેશની સૌથી ધનિક મહિલા

દેશની સૌથી ધનિક મહિલા

ઓપી જિંદલ સમૂહની બિન કાર્યકારી અધ્યક્ષ 62 વર્ષીય સાવિત્રી જિંદલ 5.1 અરબ ડોલર સંપત્તિની સાથે દેશની સૌથી ધનિક મહિલા છે. ત્યારબાદ દેશના સૌથી મોટા મીડિયા સમૂહ બેનેટ, કોલમૈન એન્ડ કંપનીની અધ્યક્ષ 77 વર્ષીય ઇન્દૂ જૈન 1.9 અરબ ડોલરની સંપત્તિ સાથે બીજી સૌથી ધનિક મહિલા છે.

English summary
Richest 100 of India has assets worth 250 billion dollars, Mukesh Ambani tops list.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X