For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌથી નીચલા સ્તરે પહોંચ્યો રૂપિયો, 70.51 રૂપિયાનો એક ડોલર

શેર બજારમાં સેન્સેક્સ અને નિફટી રેકોર્ડ સ્તરે છે, પરંતુ રૂપિયામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રૂપિયો બુધવારે 22 પૈસા ગગડીને 70.32 પર પહોંચી ગયો હતો.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

શેર બજારમાં સેન્સેક્સ અને નિફટી રેકોર્ડ સ્તરે છે, પરંતુ રૂપિયામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રૂપિયો બુધવારે 22 પૈસા ગગડીને 70.32 પર પહોંચી ગયો હતો. એટલું જ નહીં પરંતુ તેમાં ઘટાડો હજુ પણ ચાલુ જ છે. હવે રૂપિયા એક અમેરિકી ડોલરને મુકાબલે સૌથી નીચલા સ્તરે 70.51 પર પહોંચી ચુક્યો છે. મંગળવારે રૂપિયો અમેરિકી ડોલરને મુકાબલે 70.09 પર હતો.

Rupee

જણાવવામાં આવી રહ્યું છે કે ઓઇલ માર્કેટિંગ કંપની તરફથી ડોલરની ડિમાન્ડ વધવાને કારણે રૂપિયા પર દબાણ વધી ગયું છે. અમેરિકી અર્થવ્યવસ્થામાં સુધાર થવાને કારણે ડોલર મજબૂત થયો છે, એટલા માટે દુનિયાભરની કરન્સી પર દબાણ વધ્યું છે. એક્સપર્ટ અનુસાર આવનારા દિવસોમાં હજુ પણ નીચલા સ્તરે પહોંચી શકે છે.

આ પણ વાંચો: કેમ બેન્કની લૉન થઈ જાય છે રિજેક્ટ? રિજેક્શન અટકાવવાના ઉપાય

આમ જોવા જઇયે કે રૂપિયામાં ઘટાડો થવા છતાં ભારતમાં વિદેશી રોકાણ સતત વધી રહ્યું છે. જેને કારણે ઘણા એક્સપર્ટ તેને અર્થવ્યવસ્થા માટે એક સારો સંકેત માને છે. તેમનું માનવું છે કે વિદેશી રોકાણ વધવાને કારણે રૂપિયામાં મોટો ઘટાડો અચાનક આવે, તેની આશંકા ખુબ જ ઓછી છે.

English summary
Rupee At Fresh Record Low of 70.51 Against Dollar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X