For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેમ બેન્કની લૉન થઈ જાય છે રિજેક્ટ? રિજેક્શન અટકાવવાના ઉપાય

આજના સમયમાં સામાન્ય માનવીની જરૂરિયાતો વધી રહી છે, અને જરૂરિયાત પૂરી કરવા માટે તનતોડ મહેનત કરવી પડે છે.

|
Google Oneindia Gujarati News

આજના સમયમાં સામાન્ય માનવીની જરૂરિયાતો વધી રહી છે, અને જરૂરિયાત પૂરી કરવા માટે તનતોડ મહેનત કરવી પડે છે. પરંતુ કેટલીકવાર અચાનક ઉભી થયેલી જરૂરિયાતો માટે કે પછી ઘર, ગાડી ખરીદવા માટે આવક ઓછી પડી જાય છે. આવી સ્થિતિમાં લોકો લૉન લેવા માટે બેન્ક તરફ નજર દોડાવે છે. બેન્ક માટે ગ્રાહક ભગવાન છે, પરંતુ કેટલીક બેન્ક પોતાના ભગવાનને લૉન આપ્યા વગર ખાલી હાથે પાછા ધકેલે છે.

આ પણ વાંચો: SBIની આ વાત ન માની તો બંધ થઈ જશે તમારું બેંક અકાઉન્ટ!

જો એક બેન્કે તમને લૉન આપવાની ના પાડી છે, તો તમારી લૉનની અરજી ફગાયાની માહિતી તમારી ક્રેડિટ ફાઈલમાં નોંધાય છે. અને જ્યારે તમે લૉન લેવા માટે બીજી બેન્ક પાસે જાવ છો ત્યારે બીજી બેન્ક પણ તમને ના પાડી શકે છે. કારણ કે આ બીજી બેન્ક પણ તમારી ક્રેડિટ ફાઈલ સહેલાઈથી ચેક કરી શકે છે. સવાલ એ છે કે બેન્કે કેમ તમને લોન આપવાની ના પાડી. આના ઘણાં કારણ હોઈ શકે છે.

તમારી ઓછી આવક

તમારી ઓછી આવક

બેન્ક તમને લૉન આપતા પહેલા એ વાત જાણી લેવા ઈચ્છે છે કે તમે તે ભરપાઈ કરી શકો છો કે નહીં. જો બેન્કને એવું લાગે તમારી આવક પર્યાપ્ત નથી તો બેન્ક લૉન આપવાની ના પાડી શકે છે. એટલે બેન્ક તમારી આવક અને બેન્ક અકાઉન્ટ અંગે પૂરી માહિતી મેળવે છે.

ખરાબ ક્રેડિટ સ્કોર

ખરાબ ક્રેડિટ સ્કોર

લૉન ન મળવાનું સૌથી મોટું કારણ ખરાબ ક્રેડિટ રેડિંગ હોય છે. તેમાં CIBIL સ્કોરનો પણ મોટો રોલ છે. જો તમે ભૂતકાળમાં કોઈ ક્રેડિટ કાર્ડ કે પછી લોન ભરવામાં ચૂક્યા હો તો સીધા જ ક્રેડિટ સ્કોર પર અસર પડે છે. કે પછી તમે વધુ વખત લૉન માટે અપ્લાય કર્યું હોય તો પણ ફરક પડી શખે છે. CIBIL સ્કોર 300-900ની વચ્ચે હોય છે અને 750ને સારો સ્કોર મનાય છે. CIBIL મુજબ 79 ટકા બેન્ક એવા લોકોને લૉન આપે છે જેમનો સ્કોર 750થી ઉપર હોય છે. એટલે લૉન માટે અપ્લાય કરતા પહેલા ક્રેડિટ સ્કોર જરૂર જાણી લો.

શંકાસ્પદ લૉન

શંકાસ્પદ લૉન

લૉન આપતા પહેલા બેન્ક એ પણ જાણે છે કે લૉન શેના માટે લઈ રહ્યા છો. કેટલાક લૉન એ માર્ગદર્શિકા સાથે અપાય છે કે તમે લૉનનો શેના માટે ઉપયોગ કરી શકો છો અને શેના માટે નહીં. જો બેન્કને તમારા લૉન લેવાના કારણ પર શંકા છે તો તે તમને લૉન નહીં અપે.

ખોટી માહિતી

ખોટી માહિતી

બેન્ક લોન આપતા પહેલા તમે લૉન માટે આપેલી માહિતીની તપાસ કરાવે છે. જો તમે આપેલી માહિતીમાં કોઈ લોચો હોય તો બેન્ક તમારી અરજી ફગાવી શકે છે.

પહેલાથી દેવું

પહેલાથી દેવું

જો તમારા પર પહેલેથી જ કોઈ લોન કે દેવું હોય તો બેન્ક તમારી લૉનની અરજી રિજેક્ટ કરી શકે છે.

ક્રેડિટ રેટિંગ સુધારો

ક્રેડિટ રેટિંગ સુધારો

જો તમારી લૉન ક્રેડિટ રેટિંગના કારણે રિજેક્ટ થઈ હોય તો ક્રેડિટ રેટિંગ એજન્સી પાસેથી વિસ્ત્રુત રિપોર્ટ મેળવો. દાખલા તરીકે જો લોન વહેલા ચૂકવી છે તો CIBIL રિપોર્ટમાં પેન્ડ઼િંગ દેખાય છે, તો ક્રેડિટ રેટિંગ એજન્સીને તે સરખું કરવા કહોય

બીજી બેન્કમાં કરો અરજી

બીજી બેન્કમાં કરો અરજી

લોન આપવા માટે દરેક બેન્કના પોતાના કાયદા હોય છે. જો બેન્ક તમને લોન આપવાની ના પાડે તો બીજી બેન્કમાં અરજી કરો. કેટલીકવાર નાની અને ગ્રામીણ બેન્ક કે પછી સહકારી બેન્કો ઓછી શરતો સાથે લોન આપી દે છે. હંમેશા પોતાની બેન્કની બ્રાંચમાં જ લૉન માટે અરજી ફાયદાકારક હોય છે.

વધુ ડાઉન પેમેન્ટ આપો

વધુ ડાઉન પેમેન્ટ આપો

જો તમે હોમ લોન કે કાર લોન માટે અરજી કરો છો, તો તમે ડાઉનપેમેન્ટની રકમ વધારી શકો છો. જેના કારણે તમને લોન મળવાની શક્યતા વધે છે.

જૂની લોન પૂરી કરો

જૂની લોન પૂરી કરો

જો તમારી પહેલેથી જ કોઈ લૉન છે, તો નવી લોન લેવામાં મુશ્કેલી પડી શકે છે. એટલે પહેલા જૂની લોન પૂરી કરો કે પછી તે ઓછી કરો.

ગેરેન્ટર કે કો એપ્લિકન્ટને સામેલ કરો

ગેરેન્ટર કે કો એપ્લિકન્ટને સામેલ કરો

જો તમારી આવક લોન આપવાની શરતો મુજબ ન હોય , કોઈ કો ઓપ્લિકન્ટને અરજીમાં સામેલ કરો. કો એપ્લિકન્ટ તમારી પત્ની, પરિવારના અન્ય સભ્યો કે કોઈ મિત્ર પણ હોઈ શકે છે.

વારંવાર ન કરો અરજી

વારંવાર ન કરો અરજી

જો એકવાર તમારી અરજી રિજેક્ટ થઈ હોય તો વારંવાર લોન માટે અરજી ન કરો. કારણ કે એક વખત અરજી રિજેક્ટ થવાને કારણે ક્રેડિટ રેટિંગ ઘટે છે. યોગ્ય એ જ છે કે તમારી લોન રિજેક્ટ થવાનું કારણ જાણો અને તે કારણ દૂર કરી ફરી અરજી કરો.

English summary
If u follow these steps bank will never reject your loan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X