For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેમસંગ ગેલેક્સી રાઉન્ડ : વિશ્વનો પ્રથમ કર્વ્ડ ડિસ્પ્લે ફોન લોન્ચ

|
Google Oneindia Gujarati News

સિઓલ , 9 ઓક્ટોબર : સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા સ્માર્ટફોનની દુનિયામાં એક અનોખું કહી શકાય તેવું પગલું ભર્યું છે. સેમસંગે આજે વિશ્વનો પ્રથમ વળાંકવાળી સ્ક્રીન ધરાવતો સ્માર્ટફોન લોન્ચ કરી સ્પર્ધક કંપનીઓને ચોંકાવી દીધા છે. આ ફોનનું નામ સેમસંગ ગેલેક્સી રાઉન્ડ રાખવામાં આવ્યું છે.

વળેલી સ્ક્રીન વાળો દુનિયાના આ પ્રથમ સ્માર્ટફોનની સ્ક્રીન અનબ્રેકેબલ છે અનબ્રેકેબલ અને ફ્લેક્સિબલ ડિવાઇસની દિશામાં નિષ્ણાંતો તેની મોટી પહેલ ગણાવી રહ્યા છે. કંપનીના અધિકારીઓનું માનવું છે કે સેમસંગ ગેલેક્સી રાઉન્ડ વળેલી સ્ક્રીનની સાથે અનેક આકર્ષક ફિચર્સ ધરાવે છે, જે વર્તમાન સ્માર્ટફોન ધારક ગ્રાહકોને આકર્ષશે.

આવી છે સેમસંગ ગેલેક્સી રાઉન્ડની વિશેષતાઓ...

સોપ્રથમ કર્વ સ્ક્રીનવાળો ફોન

સોપ્રથમ કર્વ સ્ક્રીનવાળો ફોન


5.7 ઈંચની સ્ક્રીન સાથે તે હોરિઝોન્ટલ કર્વ ધરાવે છે. ગેલેક્સી નોટ 3 કરતા ઓછું વજન ધરાવતો આ ફોન તેના વળાંકને કારણે પકડવામાં વધુ અનુકૂળ છે.

ફ્લેક્સિબલ ડિસ્પ્લે

ફ્લેક્સિબલ ડિસ્પ્લે


આ સ્માર્ટફોનમાં કર્વડ (વળેલું) અંતર્ગોળ ડિસ્પ્લે છે, જે દુનિયાનું પહેલું કોમર્શિયલ ફુલ એચડી સુપર એમોલેડ ફ્લેક્સિબલ ડિસ્પ્લે છે. બેક કવર ગેલેક્સી નોટ 3ની જેમ જ લેધર અને સ્ટીચ ડિઝાઇન સાથે છે. કેમેરાની જગ્યા ગેલેક્સી એસ4 જેવી જ છે

સારી ગ્રીપ

સારી ગ્રીપ


Galaxy Round માં 5.7 ઇંચનું full HD super amoled ડિસ્પ્લે છે. ફોનની જાડાઇ 7.9 એમએમ અને વજન 154 ગ્રામ છે, જેથી ફોન યુઝરને આરામદાયક હેન્ડ ગ્રીપનો અનુભવ પૂરો પાડે છે.

એન્ડ્રોઇડનું વર્ઝન 4.3

એન્ડ્રોઇડનું વર્ઝન 4.3


Android 4.3 Jelly Bean ઓપરેટિંગ સિસ્ટમ અને 2.3 GHzનાં quad-core પ્રોસેસર પર કામ કરે છે.

ઇન્ટર્નલ મેમરી

ઇન્ટર્નલ મેમરી


તે 32 GB કે 64 GB ઇન્ટરનલ મેમરી વર્ઝનમાં આવ્યો છે.

શક્તિશાળી બેટરી

શક્તિશાળી બેટરી


તેમાં 2800 mAhની શક્તિશાળી બેટરી છે. જે આપને લાંબો સમય સુધી બેફિકર મનોરંજનની સુવિધા આપે છે.

અનબ્રેકેબલ સ્ક્રીન

અનબ્રેકેબલ સ્ક્રીન


વળેલી સ્ક્રીન વાળો દુનિયાના આ પ્રથમ સ્માર્ટફોનની સ્ક્રીન અનબ્રેકેબલ છે અનબ્રેકેબલ અને ફ્લેક્સિબલ ડિવાઇસની દિશામાં નિષ્ણાંતો તેની મોટી પહેલ ગણાવી રહ્યા છે.

રોલ ઇફેક્ટ

રોલ ઇફેક્ટ


આ ફોનમાં ‘roll effect' ફીચર છે, જે ડેટ, ટાઇમ, મિસ્ડ કોલ, બેટરી વગેરેને યુઝર જોઇ શકે તે માટે ફોની કર્વડ બોડીનો ઉપયોગ કરાયો છે.

ફોન કે જાદુ

ફોન કે જાદુ

હોમ સ્ક્રીન જ્યારે બંધ હોય ત્યારે ફોનને એક સાઇડ પર થોડો ઝુકાવીને આ બધું જોઇ શકાય છે. અહીં આ માટેનો વીડિયો જોઇ શકો છો.

સ્માર્ટ મૂવ

સ્માર્ટ મૂવ

સેમસંગે કર્વ્ડસ્ક્રીનની મદદથી સ્માર્ટફોનની દિશામાં નવું પગલું ભર્યું છે.

English summary
Samsung galaxy round world's first curved display smartphone launched
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X