For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવી રીતે ટ્વીટર ઓફર્સ પર પૈસા બચાવો

|
Google Oneindia Gujarati News

ન્યુ યોર્ક, 26 નવેમ્બર : માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટરે એક નવું ફીચર રજૂ કર્યું છે. આ નવા ફીચરમાં છૂટક વેપારીઓ સ્પેશ્યલ ઓફર્સનું ટ્વીટ કરી શકે છે. જેના આધારે કેટલીક ખાસ ખરીદી પર આપને પૈસા પાછા મળી શકે છે.

આ સેવાને 'ટ્વીટર ઓફર્સ' નામ આપવામાં આવ્યું છે. CNET દ્વાર જણાવવામાં આવ્યું છે કે આ નવું ફીચર આપની ટાઇમલાઇનમાં જોવા મળશે. કેટલાક ચોક્કસ વેપારીઓ દ્વારા તેમની પ્રમોશનલ ટ્વીટ્સ આ ટાઇમલાઇનમાં દેખાશે.

investment-1

આ સેવા હાલના તબક્કે માત્ર અમેરિકામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આવનારી હોલીડે સીઝનમાં ટ્વીટર તેના આ ફીચરનું ટેસ્ટિંગ કેટલીક અગ્રણી બ્રાન્ડ્સ સાથે હાથ મિલાવીને કરવાનું છે.

આ અંગે એક નિવેદનમાં ટ્વીટરે જણાવ્યું છે કે 'અમે અમારા એડવર્ટાઇઝર્સ અને યુઝર્સના અનુભવના આધારે શીખી રહ્યા છીએ અને તેની મદદથી અમારી સાઇટમાં સુધારા વધારા અમલમાં મૂકી રહ્યા છીએ. આગામી સમયમાં અમે આ ફીચર વધારે એડવર્ટાઇઝર્સ માટે ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરી રહ્યા છીએ.

રિટેલર્સની ટ્વીટ્સમાં કેટલીક મની બેક કે મની સેવિંગ ખાસ ડીલ્સની જાહેરાત કરવામાં આવશે. જો આપને તેમાં રસ પડે તો આપ આપેલા ઓપ્શન્સમાં ગેટ ઓફરના બટન પર ક્લિક કરીને ઓફરનો લાભ મેળવી શકશો. આ ઓફર આપના ક્રેડિટ કે ડેબિટ કાર્ડમાં એડ થઇ જશે. આ ઓફરનો લાભ લેવા આપ રિટેલરના સ્ટોર્સ પર તેને કાર્ડ મારફતે યુઝ કરી શકો છો.'

English summary
Save money on 'Twitter Offers'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X