જાણો કેમ SBI એકાઉન્ટમાંથી 147 રૂપિયા કપાઈ રહ્યા છે

Posted By:
Subscribe to Oneindia News

જો તમારું બેંક એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં છે, તો તમારી પાસે બેંકનો મેસેજ આવ્યો હશે જેમાં 147.50 રૂપિયા કપાવવાની જાણકારી આપી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એકાઉન્ટ હોલ્ડરના ખાતામાંથી 147.50 રૂપિયા કાપી લેવામાં આવ્યા છે. જેની જાણકારી તેમને મેસેજ ઘ્વારા આપવામાં આવી છે. બેંક તરફથી જણાવવામાં આવ્યું નથી કે કેમ તેમના એકાઉન્ટમાંથી પૈસા કાપી લેવામાં આવ્યા છે. પરંતુ આજે અમે તમને અહીં જણાવવા જઈ રહ્યા છે કે આખરે કેમ તમારા એકાઉન્ટમાંથી પૈસા કાપી લેવામાં આવ્યા છે.

એકાઉન્ટમાંથી કપાયા 147 રૂપિયા

એકાઉન્ટમાંથી કપાયા 147 રૂપિયા

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એકાઉન્ટ હોલ્ડરના ખાતામાંથી 147.50 રૂપિયા કાપી લેવામાં આવ્યા છે. તેમને પૈસા કપાવવાનો મેસેજ તો આવ્યો પરંતુ પૈસા કેમ કાપ્યા છે તેને વિશે જણાવવામાં આવ્યું નહીં. પરંતુ તેનું કારણ તમારા એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે. બેંક ઘ્વારા આ ચાર્જ એટીએમ એનુઅલ ચાર્જ તરીકે વસૂલ કરવામાં આવ્યો છે. આ રકમ એટીએમ એનુઅલ ચાર્જ અને જીએસટી સાથે કાપવામાં આવી છે.

દર વર્ષે કપાય છે આ ચાર્જ

દર વર્ષે કપાય છે આ ચાર્જ

આપણે જણાવી દઈએ કે ગયા વર્ષે એસબીઆઈ ઘ્વારા તેમની સેવા શુલ્કમાં બદલાવ કરવામાં આવ્યો છે. બેંક ઘ્વારા ચાર્જમાં ફેરફાર કરતા તેને વધારી લેવામાં આવી. હવે બેંક ઘ્વારા ગ્રાહકોના એકાઉન્ટ માંથી એટીએમ ચાર્જ અને જીએસટી સાથે 147.50 રૂપિયા કાપી લેવામાં આવ્યા. આ ચાર્જ દર વર્ષે કાપવામાં આવે છે. બેંક પોતાના ગ્રાહકો પાસેથી તેમને મળતી સેવાને બદલે ચાર્જ વસૂલ કરે છે. દરેક કાર્ડ માટે પણ અલગ અલગ ચાર્જ હોય છે.

ફરિયાદ કરવાનો અધિકાર

ફરિયાદ કરવાનો અધિકાર

તમને આ વાતની છૂટ છે કે તમે તેના વિરોધમાં ફરિયાદ નોંધાવી શકો છો. જો તમને આ પૈસા કપાવવાથી અસંતોષ હોય તો તમે "UNHAPPY" લખીને 8008202020 પર મોકલી શકો છો. તેના સિવાય તમે બેંકમાં ઓનલાઇન પણ ફરિયાદ નોંધાવી શકો છો.

English summary
SBI deducted Rs 147 for your Bank account, Know what is the reason .

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.